News Inside/13 May 2023
..
હાલમાં બહુચર્ચિત ફિલ્મ The Kerala Storyની અભિનેત્રી અદા શર્માએ તેની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત વર્ષ 2008માં આવેલી હૉરર ફિલ્મ 1920થી કરી હતી. અદા શર્મા પલક્કડ ઐયર છે. તે સમયે મુંબઈના બૉલીવુડ લોકોને પણ તે વાત રમૂજી લાગતી હતી કે તે પલક્કડ અય્યર છે. તે તમિલ બ્રાહ્મણ છે. પરંતુ તેનો જન્મ અને શિક્ષણ મુંબઈમાં જ થયું છે. અદા શર્માના પિતા કેપ્ટન એસ.એલ.શર્મા મર્ચન્ટ નેવીમાં હતા. જયારે તેની માતા શાસ્ત્રીય નૃત્યમાં પારંગત હતા. જયારે તેણે વર્ષ 2014માં આવેલ ફિલ્મ ‘હસી તો ફસી’માં ગુજરાતી છોકરીનું પાત્ર ભજવ્યું હતું, ત્યારે મુંબઈના લોકોને તે ગુજરાતી છોકરી છે તેમ જ લાગતું હતું.
અદાએ ટોલીવુડમાં પ્રવેશ કર્યો તે વખતે ત્યાંના લોકોને તે મુંબઈ ગર્લ જેવી લગતી હતી. તેના કારણે તેને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ફક્ત જયારે તે લોકો સાથે તમિલમાં વાત કરે અથવા પરંપરાગત ભારતીય પોશાક પહેરે ત્યારે જ લોકોને તેનામાં દક્ષિણ ભારતીય સ્ત્રીના લક્ષણો દેખાતા હતા તેમ અદાએ જણાવ્યું હતું.
અદા શર્માએ જણાવ્યું હતું કે તે જયારે ઘરે હોય ત્યારે તેને સાઉથ ઇન્ડિયન જમવાનું ઘણું પસંદ છે. તેણે જણાવ્યું હતું કે તેને ઢોંસા, ઈડલી, સાંભર, રસમ, અવિયલ અને મોલાગૂટલ ખુબ પસંદ છે. વધુમાં તેણે જણાવ્યું કે, આ તેનો મુખ્ય ખોરાક છે. તે આ વાનગીઓને બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરમાં આરામથી જમી શકે છે. કારણકે તે પચાવવામાં સરળ છે. તથા સ્વાદમાં તીખું હોતું નથી. અદા તીખી વાનગીઓથી દૂર રહે છે. તે સ્વાદે તીખું જામી શકતી નથી. અદાના જણાવ્યા અનુસાર તેને અવિયલ, સાંભર અને રસમ જેવી સરળ વાનગીઓ બનાવતા આવડે છે. વધુમાં તેણે હસીને કહ્યું હતું કે, જો કોઈને ભારતનો નકશો ખાવાની ઈચ્છા હોય તો તેના માટે તે ઢોંસા બનાવી શકે છે.