ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં હાલના વધારાથી ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સિસ્ટમ અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર સંભવિત લાંબા ગાળાની અસર અંગે વાકીલો અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનારી સંસ્થાઓમાં હાલ ચિંતાઓ વધી છે.
ઘણીએ યુનિવર્સિટીઓ હવે નિયંત્રણો લાદી રહી છે, અહેવાલમાં જણાવાયું છે.
એક અહેવાલ અનુસાર, વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ, ટોરેન્સ યુનિવર્સિટી અને સાઉથ ક્રોસ યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધાત્મક પગલાં લીધાં છે.
અગાઉ પણ એડિથ કોવાન યુનિવર્સિટી અને વિક્ટોરિયા યુનિવર્સિટીએ ભારતીય રાજ્યો પંજાબ અને હરિયાણાના અરજદારો પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત આઠ ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ પર પ્રતિબંધ લંબાવ્યો.
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે તેમની ભારત મુલાકાત દરમિયાન યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે નવા કરારની જાહેરાત કર્યા બાદ આ વિકાસ થયો છે.