સમગ્ર ગુનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી મોહમ્મદ સાકીબ પઠાણ સાળીના લગ્ન માટે રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો. સાંજના સમયે ઘરની બહાર બેઠો હતો, તે વખતે લેઝર લાઈટ પાડવાની સામાન્ય બાબતે આરોપીઓ સાથે બોલાચાલી ઝગડો થયો હતો.
અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં આવેલ યુવક પર એસિડ એટેક ઘટના સામે આવી છે. લેઝર લાઇટ પાડવા જેવી સામાન્ય બાબતના ઝઘડામાં ઘરમાં સૂતેલા યુવકના મો પર એસિડ ફેંકી ફરાર થઈ જનાર યુવકની રખિયાલ પોલીસે કરી ધરપકડ કરી લીધી છે. પરંતુ યુવક પર એસિડ ફેંકી ચહેરો બગડનાર આરોપી કોણ છે.
રખિયાલ પોલીસ સ્ટેશને ધરપકડ કરેલ આરોપીનું નામ સીજુ શેખ છે. આરોપી રખિયાલ વિસ્તારમાં રહે છે અને પ્રિન્ટિંગ પ્રેસમાં મજૂરી કામ કરે છે. એસિડ એટેકના ગુનામાં આરોપીની પોલીસે ધરપકડ કરવામાં આવી છે… આરોપી સીજુ શેખ અને તેના પાંચ જેટલા સાગરીતો ફરિયાદીના ઘરની સામે બેઠા હતા…આરોપી અને તેના સાગરીતો ભેગા થઈને ફરિયાદી મોહમ્મદ શાકીબ પઠાણ ના મોઢા પર લેઝર લાઈટ પાડતા હતા અને તે બાબતે બબાલ થતાં ફરિયાદી યુવક પર એસિડ એટેક કરી ફરાર થઈ ગયા..
સમગ્ર ગુનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી મોહમ્મદ સાકીબ પઠાણ સાળીના લગ્ન માટે રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો. સાંજના સમયે ઘરની બહાર બેઠો હતો, તે વખતે લેઝર લાઈટ પાડવાની સામાન્ય બાબતે આરોપીઓ સાથે બોલાચાલી ઝગડો થયો હતો. ઝગડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આરોપી અને તેના સાગરીતોએ હથિયારો લઈને યુવક પર હુમલો કરવાનું શરુ કરી દીધું.
જોકે સ્થાનિક લોકોએ વચ્ચે પડીને યુવક ને માર મારતા બચાવી લીધો. પરંતુ હુમલો કરવાની નક્કી કરી બેઠેલા આરોપી સીજું અને તેના સાગરીતો એ રાતના સમયે ઘર માં સૂતેલા યુવક મહોમ્મદ સાકીબ ના મોઢા પર એસિડ નાખી ને ફરાર થઈ ગયા. બચાઓ બચાઓ ની બૂમો પડતો યુવક ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. અને ત્યાર બાદ પોલીસ ને જાણ કરતા રખિયાલ પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી મુખ્ય આરોપી સિજું શેખ ની ધરપકડ કરી લીધી છે..
પોલીસ પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે 6 આરોપીઓ પૈકી સગીર વય ના બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જોકે હાલ તો પોલીસે મુખ્ય આરોપી સિજૂને જેલના સળિયા પાછળ ધકેલી વોન્ટેડ ત્રણ આરોપીઓ ને પકડવા માટે પોલીસે તાજવીજ હાથ ધરી છે..