અમદાવાદ: શહેરના રાયપુર વિસ્તારમાં આવેલા બિગબજાર પાસે રૂપિયા 3 લાખની લૂટની ઘટના બની છે. રાત્રે ૧૧:૪૫ વાગ્યાની આસપાસ ચાર થી પાંચ શકસે રિક્ષામાં આવી એક બાઇક ચાલક પાસેથી આશરે રૂપિયા ૩ લાખની લૂટને અંજામ આપ્યો છે.
બાઇક ચાલક પોતાના નાના ભાઈ સાથે રાયપુર બિગબજર પાસે આવેલી ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા. રાતના ૧૧.૪૫ વાગ્યાની આસપાસ બાઇક સાઈડમાં પાર્ક કરી કામથી ગલીમાં ગયેલ તે દરમ્યાન રિક્ષામાં ચારથી પાંચ ઈસમો હાથમાં લાકડી અને હોકી લઈને આવી માર મારીને બાઇક ચાલક પાસેથી સોનાની ચેન, સોનાની લક્કી અને રોકડ રૂપિયા ૪૫ હજાર મળીને કુલ આશરે ૩ લાખનો મુદ્દામાલ છીનવીને લૂંટને અંજામ આપવામાં આવ્યો છે.
બાઇક ચાલકને શરીરના જુદા જુદા ભાગે માર માર્યો હોવાથી ગંભીર ઇજા થઈ હતી. બાઇક ચાલકે બુમાં બૂમ કરતા લૂંટારુઓ લૂંટને અંજામ આપી ભાગી ગયેલ પરંતુ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ ૧૦૮ ને જાણ કરી બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ સમગ્ર ઘટના કાગડાપીઠ પોલીસને જાણ કરતા પોલીસે લૂંટની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.