અમદાવાદ : યુવક સાથે લગ્ન કરી દુલ્હન પૈસા અને દાગીના સાથે રેલ્વે સ્ટેશનથી ફરાર, લૂટરી દુલ્હનની શોધ પોલીસે શરૂ કરી

0 minutes, 0 seconds Read
Spread the love

અમદાવાદઃ શહેરમાં રહેતા એક યુવકના લગ્ન થતા નહોતા. જેથી તેના પરિવારને નવસારીનો એક વ્યક્તિ લગ્ન કરાવી આપતો હોવાની માહિતી મળતા તેમણે તેનો સંપર્ક કર્યો હતો. બાદમાં તે વ્યક્તિએ મુંબઇની એક યુવતી હોવાનું કહી મિટીંગ ગોઠવી યુવતીને જોવાનું રાખ્યું હતું. ત્યાં યુવકનો પરિવાર ગયો અને તેમને કન્યા પસંદ આવી હતી. બાદમાં થોડા દિવસ પછી લગ્ન કરીશું, તેવી યુવકના પરિવારે વાત કરતા વચેટિયાએ કન્યાની માતાની તબિયત સારી ન હોવાનું કહી તાત્કાલિક લગ્ન કરાવી દીધા હતા. લગ્ન બાદ યુવતીએ મહાકાળી માતાના દર્શન કરવા પાવાગઢ જવાની જીદ કરતા યુવક તેને લઇને નીકળ્યો હતો. જોકે, યુવતી રેલવે સ્ટેશન પરથી જ માતાનું અવસાન થયું છે, તેમ કહી રફૂચક્કર થઇ ગઇ હતી. આમ યુવકના પરિવારે આપેલા 1.60 લાખ રોકડા અને દાગીના લઇને ફરાર થઇ જતા લૂંટેરી દુલ્હન સહિત પાંચ લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

લગ્ન કરાવવા કરી ઉતાવળ

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન ન થયા હોવાથી તેના પરિવારજનો કન્યાની શોધમાં હતા. ત્યારે છ માસ પહેલા નવસારીના એક વૃદ્ધ લગ્ન વાંચ્છુક વ્યક્તિઓના લગ્ન કરાવતા હોવાની વાત તેમના ધ્યાને આવતા તેમની સાથે વાત કરી હતી. જેણે મુંબઇની એક કન્યા હોવાનું કહી તેનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો હતો. યુવકના પરિવારજનોને કન્યા પસંદ આવતા મુંબઇ વાતચીત કરવા ગયા હતા. ત્યાં આ વૃદ્ધ કન્યાના ઘરે લઇ ગયા હતા. જ્યાં કન્યા, તેની માતા, બહેન હાજર હતા. બાદમાં કન્યાને જોવા આવેલો યુવકનો પરિવાર પરત અમદાવાદ આવી ગયો હતો. જ્યાં ચર્ચા વિચારણા કર્યા બાદ કન્યા પસંદ હોવાનું કન્યા બતાવનાર વૃધ્ધને જણાવ્યું હતું અને થોડા દિવસો બાદ લગ્ન કરવાની વાત યુવકના પરિવારે કરી હતી. જોકે, વૃદ્ધે કન્યાની માતાની તબિયત સારી રહેતી નથી અને તેના ભાઇ ભાભી પણ તેને રાખતા નથી, તેથી લગ્ન વહેલા કરવા કહેતા આ યુવકનો પરિવાર તેમની વાતમાં આવી ગયો હતો.

બાદમાં થોડા જ દિવસમાં કન્યા અને તેના પરિવાર તથા આ વૃદ્ધ આવી ગયા હતા અને લગ્ન કરાવી લગ્ન રજીસ્ટરની કાર્યવાહી પણ કરાવી હતી. લગ્ન થઇ ગયા બાદ કન્યા સાથે મળાવનાર વૃદ્ધે કન્યાના પરિવારને 1.60 લાખ અને દાગીના આપવાનું કહેતા યુવકના પરિવારે તે માંગ પણ પૂરી કરી હતી. વૃદ્ધે આ રોકડા રૂપિયા લગ્ન કરાવનાર એક વચેટિયાને આપી દીધા હતા. જેણે આ રૂપિયા મુંબઇ જઇને એટીએમથી કન્યાની માતાને આપી દેશે તેવી વાત કરી કન્યા તરફથી આવેલા લોકો ત્યાંથી નીકળી ગયા હતા. લગ્ન બાદ એ જ દિવસે યુવકના જે યુવતી સાથે લગ્ન થયા તેણે મહાકાળી માતાના દર્શન કરવા જવાની જીદ કરતા યુવક તેને પાવાગઢ લઇને જવાનું કહી નીકળ્યો હતો. એકાદ કલાકમાં જ કાલુપુર રેલવે સ્ટેશનથી યુવકની પત્ની તેની માતાનું નિધન થતાં મુંબઇ જવાનું કહીને રફુચક્કર થઇ ગઇ હતી. અનેક દિવસો સુધી રાહ જોયા બાદ પણ આ યુવતી પરત ન આવતા યુવકના બહેને ફરિયાદ આપતા નિકોલ પોલીસે આ મામલે કન્યાને મળાવનાર નવસારીના નરેશ રાણા, લગ્ન કરનાર યુવતી અને તેની સાથેના મળતિયાઓ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!