વિદેશ પ્રવાસથી ફરીને પરત આવેલા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી દ્વારા લેવાયેલા તમામ બદલીના ઓર્ડર રદ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મંગળવારે શહેરમાં 15 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરવામાં આવી છે, બહારથી બદલી સાથે અમદાવાદ આવેલા 15 પોલીસ ઇન્સ્પેક્ટરોને લીવ રિઝર્વમાં રાખવામાં આવ્યા હતા. જે તમામને પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
બે અધિકારીઓના વિવાદમાં પોસ્ટિંગ અટક્યા હતા
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી માધુપુરા પોલીસ સ્ટેશન અને શહેર કોટડા પોલીસ સ્ટેશનના ઓર્ડર પેન્ડિંગ હતા. જેમાં બે અધિકારીઓના આંતરિક વિખવાદના કારણે પોસ્ટિંગ અપાયા ન હતા. હવે તાત્કાલિક ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે ખાલી પુરાણીની જગ્યાઓ ભરીને લો ઓર્ડરની સ્થિતિ કંટ્રોલ કરવા માટે વ્યવસ્થા કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ એક દિવસ અગાઉ શહેરના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો, ત્યારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરથી પોલીસ સ્ટેશન ચાલતું હતું, જેથી તાત્કાલિક ઓર્ડર કરવાની ફરજ પડી છે.
સીપીના હુકમથી પોલીસ ઇન્સ્પેક્ટરના બદલીના ઓર્ડર
થોડા સમય પહેલા ઇન્ચાર્જ પોલીસ કમિશનરે શહેરમાં 32 પોલીસ કર્મચારીઓના ઓર્ડર કર્યા હતા. જે પોલીસ કમિશનરે આવીને રદ કર્યા છે. આ બદલીઓના વિવાદની વચ્ચે આજે પોલીસ કમિશનરના હુકમથી પોલીસ ઇન્સ્પેક્ટરના બદલીના ઓર્ડર થયા છે. આ સમગ્ર બદલી પ્રક્રિયામાં પોલીસ બેડામાં જૂની પુરાણી ચર્ચાઓ શરૂ થઈ છે.સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓના બદલીઓના ઓર્ડર થયા બાદ તેને રદ કર્યા હતા. જે પોલીસ કર્મચારીઓની બદલી અને મકાન ફાળવણીના હુકમ રદ થયા છે તેવું ક્યાંક નારાજ છે અને આ અંગે કોને ફરિયાદ કરવી તે અંગે મૂંઝવણમાં છે.
આજે થયેલા પોલીસ ઇન્સ્પેક્ટરના ઓર્ડરમાં