- લગ્ન પ્રસંગ બન્યો જુગારનો અડ્ડો
- મિત્રના લગ્નમાં જુગારીઓને મોજ
- 150થી વધુ મોબાઇલ, 35થી વધુ વ્હીકલ્સ સાથે 89 શખ્સોની અટકાયત
અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ચાલી રહેલા જુગાર પર પોલીસની ટીમ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસે જુગાર રમતા 89થી વધુ જુગારીઓની અટકાયત કરી હતી. સાથે જ પોલીસે પોલીસે જુગારીઓ પાસેથી 150થી વધુ મોબાઈલ પણ કબ્જે લીધા હતા.
બાતમીના આધારે પોલીસે પાડ્યા દરોડા
એલિસબ્રિજ પોલીસને યોગ્ય બાતમી મળતા પોલીસની ટીમ લગ્ન પ્રસંગે ચાલી રહેલા જુગારધામ પર ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી હતી. પોલીસે સ્થળ પરથી 89થી કરતા વધારે જુગારીઓને જુગાર રમતા રંગેહાથ પકડ્યા હતા. પોલીસે આ જુગારીઓની અટકાયત કરીને તેમની પાસેથી 150થી વધુ મોબાઈલ ફોન કબજે લીધા હતા અને તમામને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.
ટોકન સિસ્ટમ દ્વારા ધમધમી રહ્યો હતો જુગારધામ
આ અંગે માહિતી આપતા પોલીસ કર્મી અશ્વિન બારોટે જણાવ્યું કે, હું કાલે રાત્રી દરમિયાન ફરજ પર હતો, આ દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ તરફથી માહિતી મળતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો સ્ટાફે લગ્નપ્રસંગ દરમિયાન ચાલી રહી રહેલા જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન લગ્ન સ્થળે ત્રીજા માળે ટોકન સિસ્ટમથી મોટો જુગાર ચાલી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ પણ સ્તબ થઈ ગઈ હતી, કારણ કે સ્થળ પર 2 કે 5 નહીં પરંતુ 89 કરતા વધારે લોકો જુગાર રમી રહ્યા હતા.
કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
તેઓએ જણાવ્યું કે, જે બાદ તેમની પાસેથી 150થી વધુ મોબાઈલ પણ કબ્જે લેવામાં આવ્યા હતા. તો 35થી વધુ વાહનો પણ કબ્જે લેવામાં આવ્યા હતા. તમામને પોલીસ સ્ટેશન ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.