• Sat. Dec 3rd, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

અમદાવાદ ગ્રામ્ય : ધંધૂકાના એક દંપતીએ ઝેરી દવા ગટગટાવી ત્રણ મહિના અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા

Spread the love

-સમાજ અને છોકરી પક્ષના લોકો પ્રેમ લગ્નો કરતા હતા વિરોધ
-અવાર નવાર પ્રેમ લગ્ન કરેલ દંપતીએ ત્રાસ આપવામાં આવતો હતો
-દંપતી વિજય મકવાણા અને અનીતા મકવાણાએ ઝેરી દવા પીધી
-દંપતીએ દવા પીવાનું કારણ છોકરી પક્ષના લોકો હોવાનું કહ્યું

ધંધુકા ગામમાં રહેતા એક દંપતીએ સાથે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બંને પ્રેમી પંખીડાને પિંજી નાખવા માટે છોકરી પક્ષના અમુક લોકો સમાજ સાથે રહી કાવતરા કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતા. ઝેરી દવા પીવાનું કારણ છોકરીને પૂછતા જાણવા મળ્યું હતું કે, તેનું નામ અનીતા મકવાણા છે અને તેને ત્રણ મહિના અગાઉ વિજય મકવાણા નામના યુવક સાથે તેની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ તેના મામા આનંદભાઈ મનસુખભાઈ, કેતનભાઈ મનસુખભાઈ, મુકેશભાઈ વીરાભાઇ, સુરેશભાઈ વીરાભાઇ, બાબુભાઈ વીરાભાઇ અને સંજયભાઈ મુકેશભાઈ અવાર નવાર હાલતા ચાલતા દંપતી સાથે ઝગડા કરતા રહેતા હોય છે તેમજ અનીતાબેનને અને તેઓના પતિ વિજયભાઈ મકવાણા ને જાન
થી મારી નાખવાની ધમકીઓ આપતા હોવાના ત્રાસથી બંને એ આખરે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
સમાજના અમુક લોકો આજે પણ પ્રેમ લગ્નનો વિરોધ કરતા હોય છે જેના કારણે આવા દંપતી પોતાનો જીવન ટૂંકાવવા હોય છે. સમાજ માંથી દૂર કરી નાખવાના ડરથી અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા લોકોને કેમ કોઈ કાયદા કે કાનૂનનો ડર હોતો નથી ? ધંધુકા ગામના દંપતીએ ઝેરી દવા ગટગટાવી હતી ત્યારે તેઓને પ્રાથમિક સારવાર માટે ધંધૂકાના સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ દવા વધુ પ્રમાણમાં પીધી હોવાના કારણે દંપતીની સ્થિતિ ખુબજ ગંભીર હતી જેના કારણે બંનેને અમદાવાદ સોલો સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંને હાલમાં સારવાર હેઠળ દાખલ છે.


અનીતાબેન મકવાણા અને વિજય મકવાણા તેમજ તેઓના પરિવારની માંગ છે કે સમાજના આવા પ્રેમ લગ્ન વિરોધી લોકોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમજ આ દંપતીએ પોતાની મરજીથી કરેલા લગ્ન જીવનને ભોગવવાનો હક મળવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!