સુરતમાં હચમચાવનારી ઘટના બની. બીઆરટીએસ રૂટમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો. જેનું કરૂણ મોત નીપજ્યું. બીઆરટીએસ રૂટમાં વિદ્યાર્થી રોડ ક્રોસ કરવા જતો હતો તે જ દરમિયાન કાળમુખી પુરપાટ ઝડપે દોડાવી રહેલા ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે અડફેટે લીધો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે તેને બચાવી શકાયો નહીં. વિદ્યાર્થીનું નામ અનિલ ગોધાણી અને સરથાણામાં શ્યામ વાટીકમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. અને તે સીએના અભ્યાસ સાથે કોલેજ પણ કરી રહ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
