અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2023-24ના રૂપિયા 9482 કરોડના સામાન્ય તેમજ AMTS, VS હોસ્પિટલ, સ્કૂલ બોર્ડ અને એમ. જે લાઇબ્રેરીના બજેટને મંજૂરી આપવા માટે આજથી કોર્પોરેશનની બજેટ બેઠકની શરૂઆત થઈ છે. જે બેઠકમાં AMC ના કોર્પોરેટર સૂતા કેમેરામાં કેદ થયા છે. આ સ્તિથી જોતા એવું લાગે છે કે કાઉન્સિલરને જાણે પ્રજાની ચિંતા જ નથી… પ્રજા લક્ષી કાર્યોની ચર્ચા થતી હોય ત્યારે ધ્યાન આપી પોતાના મંતવ્યો કહેવાની કે બીજાના મંતવ્યો જાણવાની વાત તો દૂરની પરંતુ જાણે પ્રજા લક્ષી કાર્યોના વિષયમાં રુચિ ના હોય તેવું વર્તન જોવા મળ્યું હતું.
કોર્પોરેશનના બજેટ બેઠકના પહેલા દિવસની શરૂઆતમાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, એમ. જે. લાઇબ્રેરી, વીએસ હોસ્પિટલ અને AMTS દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને શાસકપક્ષ ભાજપ અને વિપક્ષે તેમના સુધારા મુક્યા હતા. સૌથી પહેલા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના બજેટની ચર્ચા કરવામાં આવી હતી.