News Inside/ Bureau: 27 January 2023
અમદાવાદમાં ઠેર ઠેર નકલી ડોક્ટરનો જાણે રાફડો જ ફાટ્યો છે. ગુજરાતમાં કોરોનાના સમય બાદ ન્યુઝ ઈનશાઇડ ટીમ દ્વારા ઘણી જગ્યાઓએ જઈને આવા નકલી બોગસ ડોકટરને જનતા સામે લાવવાનો પ્રયાસ કરેલ છે,જેમાં ઘણા એવા નકલી ડોકટરો છે જે ક્લિનિક બંધ કરીને બેસી ગયા, ત્યારે ઘણા એવા પણ ડોકટરો હતા કે જેની સામે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી. પણ એમના ઘણા એવા નકલી ડોકટરો હતા જે જગ્યા બદલીને પોતાનો ધંધો ચાલુ જ રાખ્યો છે.
ભગવાન પછી સામાન્ય રીતે લોકો ડોકટરને જ સ્થાન આપતા હોય છે. પરંતુ આ જ ડોકટર હેવાન નીકળે તો! અમદાવાદમાં લાંભા વિસ્તારમાં આ જ પ્રકારની ઘટના સામે આવી છે. AMC ના આરોગ્ય વિભાગ દ્વારા લાંભા વિસ્તારમાં દરોડા પડી નકલી ડિગ્રી ધરાવતા ૧૦ ડોકટરને ઝડપી પાડયા છે.
હવે વાત કરીએ મોડસ ઓપરેન્ડી એટલે કે આ નકલી ડોકટરોની તો “આ તબીબો ખરાબ તથા નકલી ડિગ્રી ધરાવતા હોય છે.અસલી ડોકટરની નીચે અમુક વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ થોડું જ્ઞાન લઈને અમદાવાદમાં પોતાનું ક્લિનિક ચાલુ કરીને એલોપેથીક સારવાર આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખચકાતા પણ નથી.” BHMS,BAMS,DHMS વગેરે જેવી આયુર્વેદિક ઈલાજ ની ડિગ્રી લઈને MBBS ડોક્ટરની જેમ પ્રેક્ટિસ ચાલુ કરી દેતા હોય છે.
બોગસ તેમજ નકલી ડોકટર સામે AMC ની લાલ આંખ થતી જોવા મળી છે. વધુ માહિતીમાં આજે શહેરના લાંભા વિસ્તારમાંથી ૧૦ નકલી ડોકટરોને ઝડપી પાડયા છે. વિચારવાની વાત એ છે કે અમદાવાદના એક નાના વિસ્તારમાંથી ૧૦ જેટલા ડોકટર પકડતા હોય તો પુરા અમદાવાદમાં આવા ડોકટરોની સંખ્યા કેટલી પહોંચશે!આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નીચેના ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા હતા.
૧. જનકલ્યાણ કોસ્પિટલ, રાજીવનગર, લાંભા :-
• કાજર કિટરનું નામ – ડૉ પ્રિર્યકાર્બન જોધાણી • સીલ મારવાનુ કારણ — [ પ્રત્યેકાર્બન જોાણી બી.એચ.એમ.એસ.ની ડિગ્રી ધરાવતા હોઇ એલોપેથી પ્રેકટીસ કરવા અધિકૃત ન હોવા છતાં વિઝીટ દરમ્યાન એલોપેથીક સારવાર આપતા માલુમ પડેલ છે. સદર કલીનીકમાં ચેકીગ દરમ્યાન ઇન્જેક્શન, આઇ.વી. લુઇડ, આઇ.વી.સેટ, એન્ટીબાયોટીક તથા મલ્ટી વિટામીન ઈન્જેકશનની જથ્થો મળી આવેલ, તેમજ ડિલીવરી માટે યુઝ કરવામાં આવતા સાધનો મળી આવેલ જે સાધનોને ડિસઇન્ફેકટ કરવા માટે ઓટો કલેવ મળી આવેલ ન હતું. તેમજ તેઓ પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઇ પણ જાતનુ રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું.
૨. સામિન કલીનીક, તુફેલ પાર્કની બાજુમાં, એકતાનગર રોડ, લાંભા –
હાજર ડૉકટરનુ નામ :- ડી ગિરજેશ શાહ
સીલ મારવાનું કારણ :- [ ગિરજેશ શાહ બી.એચ.એમ.એસ.ની ડિગ્રી ધરાવતા હોઇ એલોપેથી પ્રેકટીસ કરવા તેમજ ગુજરાત કાઉન્સીલનુ સર્ટીફિકેટ ન હોઇ અધિકૃત ન હોવા છતાં વિઝીટ દરમ્યાન એલોપેથીક સારવાર આપતા માલુમ પડેલ છે. સદર કલીનીકમાં ચેકીંગ દરમ્યાન ઇન્જેકશન, આઇ.વી.લુઇડ, આઇ વી સેટ, એન્ટીબાયોટીક તથા મલ્ટી વિટામીન ઇન્જેકશનનો જથ્થો મળી આવેલ. તદ્દઉપરાંત દર્દીઓને દાખલ કરવા માટેના અંદાજીત ૧૦ બ્રેડ જોવા મળેલ. તેમજ તેઓ પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈ પણ જાતનુ રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું.
૩. નિસારભાઇ ઘાંચી, જાવેદનગરની સામે, સદાની ધાબી, લાંભા :-
• હાજર વ્યકિતનું નામ :- નિસારભાઇ ઘાંચી
સીલ મારવાનું કારણ :- સદર વ્યકિત કોઇ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ધરાવતા ન હોઇ તેમ છતાં મુલાકાત દરમ્યાન એલોપેથી પ્રેકટીસ કરતા જોવા મળેલ, સદર કલીનીકમાં બેંકીંગ દરમ્યાન ઇન્જેક્શન, આઇ.વી.ફ્લુઇડ, આઇ.વી.સેટ, એન્ટીબાયોટીક જથ્થો મળી આવેલ. તેમજ તેઓ પાસે ભાષીમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઇ પણ જાતનુ રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું.
શ્રી ગુરુકૃપા કલીનીક, ભારતનગર રોડ, લાંભા
“ હાજર વ્યકિતનું નામ- રોશન પટેલ • સીલ મારવાનું કારણ ડી એમ.પી. જાદવ બી.એ.એમ એસ.ની ડિગ્રી ધરાવતા હોઇ એલોપેથી પ્રેકટીસ કરવા તેમજ ગુજરાત કાઉન્સીલનુ સર્ટીફિકેટ ન હોઈ અધિકૃત ન હોવા છતાં વિઝીટ દરમ્યાન એલોપેથીક સારવાર આપતા માલુમ પડેલ છે. સદર કલીનીકમાં ચેકીંગ દરમ્યાન ઇન્જેકશન, આઈ વી.ફ્લુઇડ, આઇ વી.સેટ, એન્ટીબાયોટીક તથા મલ્ટી વિટામીન ઇન્જેક્શનનો જથ્થો મળી આવેલ, તદ્ઉપરાંત દર્દીઓને દાખલ કરવા માટેના ૨ ખેડ જોવા મળેલ. તેમજ મુલાકાત દરમ્યાન અગાઉના દર્દીઓને આઈ.વી. ફ્લુઇડ ચઢાવેલ જોવા મળેલ તેઓ પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈ પણ જીતનું રજસ્ટ્રેશન કરાવેલ ન હતું.
૫. શિવાય કલીનીક, લક્ષ્મીનગરની બાજુમાં, લાંભા- • હાજર ડૉક્ટરનું નામ – ડોના યાદવ
• સીલ મારવાનુ કારણ – ચેતા યાદવ બી.એચ.એમ.એસ.ની ડિગ્રી ધરાવતા હોઇ એલોપેથી પ્રેકટીસ કરવા અધિકૃત ન હોવા છતાં વિઝીટ દરમ્યાન એલોપેથીક સારવાર આપતા માલુમ પડેલ છે.સદર કલીનીકમાં ચેકીંગ દરમ્યાન ઇન્જેક્શન, આઈ.વી.ફ્લુઇડ, આઇ.વી.સેટ, એન્ટીબાયોટીક નથા મલ્ટી વિટામીન જથ્થો મળી આવેલ,તેઓ પાસે ભાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઇ પણ જાતનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું.
૬. રાજ કલીનીક, મારતનગરની બાજુમાં,લાંભા – • હાજર વ્યકિતનુ નામ :- શતલાબેન સત્યનારાયણ શ્રીવાસ
• સીલ મારવાનું કારણ – સદર વ્યક્તિ કોઇ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ધરાવતા ન હોઇ તેમ છતાં મુલાકાત દરમ્યાન એલોપેથી પ્રેકટીસ કરતા જોવા મળેલ. સદર કલીનીકમાં ચેકીંગ દરમ્યાન ઇન્જેકશન, આઇ.વી.ફ્લુઇડ, આઇ.વી.સેટ, એન્ટીબાયોટીક જથ્થો મળી આવેલ. તેમજ તેઓ પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઇ પણ જાતનું રજીસ્ટ્રેશન કરાવેલ ન
સવું. ૭. શ્રી ગુરુકૃપા કલીનીક,રંગોલીનગર,લાંભા –
• હાજર વ્યકિતનું નામ :- કંચનબેન ચાસીયા
• સીલ મારવાનું કારણ :- ડાઁ.સુપ્રિત પટેલ એઆઇ-પી.એચ.સી.ની ડિગ્રી ધરાવતા હોઇ એલોપેથી પ્રેકટીસ કરવા તેમજ ગુજરાત કાઉન્સીલનું સર્ટીફિકેટ ન હોઇ અધિકૃત ન હોવા છતાં વિઝીટ દરમ્યાન એલોપેથીક સારવાર આપતા માલુમ પડેલ છે. સદર કલીનીકમાં ચેકીંગ
દરમ્યાન ઇન્જેકશન, આઇ.વી.ફ્લુઇડ, આઇ.વી સેટ, એન્ટીબાોટીક તથા મરી વિટામીન ઇન્ટેશનની જપ્પી મળી આવેલ તેઓ પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઇ પણ જીતનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હતુ.
આપ્ય કલીનીક,રંગોલીનગર,લાંબા-
“ હાજર ડકટરનું નામ હિંમતભાઇ યાદવ
• સીલ મારવાનું કારા : કિ પ્રેમતભાઇ યાદવ બી.એચ.એમ.એસ ની ડિગ્રી ધરાવતા કોઈ એલીપથી પ્રેકટીસ કરવા અધિકૃત ન હોવા છતાં વિઝીટ દરમ્યાન એલીવેથીક સારવાર આપતા માલુમ પડેલ છે. સદર કલીનીકમાં ચેકીંગ દરમ્યાન ઇન્જેક્શન ભાઇ વી ૨૩૬, આઇ. વી.સેટ, એન્ટીબાયોટીક તથા મલ્ટી વિટામીન ઇન્જેક્શનનો જથ્થો મળી આવેલ, તદઉપરાંત દર્દીઓને દાખલ કરવા માટેના ર ખેડાવા મળેલ તેઓ પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઈ પણ નું રાઇસ્ટ્રેશન કરાવેલ ન હતું.
૯. આયુષ્યમાન કલીનીક હાઇ લઇ ચાર રસ્તા લાંભા કે-
• હાજર ડૉકટરનુ નામ – ડૉ.પ્રદિપભાઇ નિગમ સીલ મારવાનુ કારણ – ડૉ.પ્રદિપભાઇ નિગમ આર.એમ.પીની ડિગ્રી ધરાવતા હોઇ એલોપેથી પ્રેકટીસ કરવા તેમજ ગુજરાત કાઉન્સીલનું ટફિકેટ ન હોઈ અધિકૃત ન હોવા છતાં વિઝીટ દરમ્યાન એલોપેથીક સારવાર આપતા માલુમ પડેલ છે.સદર કલીનીકમાં ચેકીંગ દરમ્યાન ઇન્જેકશન, આઇ.વી. ફ્લુઇડ, આઇ.વી.સેટ, એન્ટીબાયોટીક તથા મલ્ટી વિટામીન ઇન્જેક્શનનો જથ્થો મળી આવેલ,તેઓ પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઇ પણ ાતનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું,
૧૦. રાજ કલીનીક વૈશાલીનગર,લાંભા :-
• હાજર વ્યકિતનું નામ – રઘુરાજ પાલ
• સીલ મારવાનુ કારણ – રઘુરાજ પાલ સદર વ્યકિત કોઇ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી ધરાવતા ન હોઇ તેમ છતાં મુલાકાત દરમ્યાન એલોપેથી પ્રેકટીસ કરતા જોવા મળેલ. સદર કલીનીકમાં ચેકીંગ દરમ્યાન ઇન્જેકશન, આઇ.વી.લુઇડ, આઇ.વી.સેટ, એન્ટીબાયોટીક જથ્થો મળી આવેલ. તેમજ તેઓ પાસે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે કોઇ પણ જાતનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું.