News Inside/ Bureau: 9 January 2023
અમૂલના MD પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે. બોર્ડની મીટિંગમાં તાત્કાલિક અસરથી તેઓને હટાવવામાં આવ્યાં છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના આર.એસ.સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી કરવામાં આવતા હવે જયેન મહેતાની નવા MD તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ અંગે આર.એસ.સોઢીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હું છેલ્લા 12 વર્ષથી MD હતો, જેમાં છેલ્લા બે વર્ષથી એક્સટેન્શન પર હતો. પરંતુ હવે મેં એમ.ડી.પદેથી રાજીનામું આપી દીધું છે. MD તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે એટલે કે, જૂન 2010માં અમૂલનું ટર્ન ઓવર 8000 કરોડ હતું. જે હાલ વધીને 61000 હજાર કરોડ થઈ ગયું છે.ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઈસ ચેરમેને એક પત્ર લખી ચેરમેન આર.એસ. સોઢીને આ અંગે જાણ કરી હતી. પત્રમાં જણાવ્યા મુજબ અમૂલફેડ ડેરી ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. આર.એસ. સોઢીને ફેડરેશનનની મેનેજીંગ ડિરેક્ટર તરીકેની સેવા તાત્કાલીક અસરથી સમાપ્ત કરવાનું ઠરાવેલ છે.ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)માં ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) તરીકે જયેન મેહતાની ફેબ્રુઆરી 2022માં નિમણૂક થઈ હતી. MD પછી COOની પોસ્ટ બીજા નંબર પર આવે છે. જોકે, હવે આર.એસ. સોઢીના રાજીનામાં પછી જયેન મહેતાને ઈન્ચાર્જ MD તરીકેનો ચાર્જ સોંપાયો છે.
વધુમાં જયેન મહેતા છેલ્લા 32 વર્ષથી અમૂલ સાથે સંકળાયે છે. તેમણે એપ્રિલ-સપ્ટેમ્બર 2018 સુધી અમૂલ ડેરી, આણંદના ઈન્ચાર્જ એમડી તરીકે સેવા આપી છે. જયેન મેહતા સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે.
Similar Posts
×
Hello!
Click one of our contacts below to chat on WhatsApp
WhatsApp Chat is free, download and try it now here!