અંબાજી માં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો મામલા ને લઇ લાખો ભક્તો માં રોષ છે. મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક રજૂઆતો કરવામાં આવી છે.
યાત્રાધામ અંબાજીમાં પ્રસાદીનો વિવાદ યથાવત્
“પ્રસાદીનો નિર્ણય રાજ્ય સરકારને લેવો જોઈએ”
“મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવામાં નહીં આવે તો કોર્ટમાં અરજી કરાશે”
મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોની લાગણી દુભાઇ: સુનિલ બ્રહ્મભટ્ટ
અંબાજી માં મોહનથાળ પ્રસાદ બંધ કરવાનો મામલા ને લઇ લાખો ભક્તો માં રોષ છે. મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આ મામલે હવે ખુદ દાંતાનાં સ્ટેટ રાજવી એ 900 વર્ષ થી વધારે સમય થી ચાલતી મોહનથાળ પ્રસાદ પ્રથા ને ચાલુ કરવાની માંગ કરી છે. જો પ્રસાદ ચાલુ નહિ કરવામાં આવે તો રાજવી પરિવારે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.
દાંતાના રાજવી પરિવારનો પણ વિરોધ
આદ્ય શક્તિમાં જગદઅંબા નું મંદિર વિક્રમ સંવત 1137 થી એટલે કે આશરે (૯૦૦ વર્ષ ઉપરાંત સમયથી) મહારાજ સાહેબ જસરાજસિંહ દાંતા સ્ટેટ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. ત્યારથી અવિરત પણે ચોખ્ખા ઘી માં મર્યાદાઓને અનુસરી બનાવતો મોહનથાળ પ્રસાદ માતાજીને ધરાવવામાં આવતો પ્રસાદ તરીકે જગવિખ્યાત છે. આજ પ્રસાદ માથી અન્ય વહેંચતો પ્રસાદ માઈ ભક્તો નાના બાળકો થી લઈ વૃદ્ધોના મુખે અમીરસ તરીકે લેવાય છે અને એ પ્રસાદ લેવાથી સાક્ષાત પોતાની માના હાથે બનેલ પ્રસાદ લીધો તેવું દરેક પ્રસાદ લેનાર અનુભવે છે. ત્યારે અંબાજી માં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તો સહિત સંસ્થાઓ સંગઠનો ભૂદેવો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. દિવસે ને દિવસે વિવાદ ઘેરો બન્યો જાય છે.ત્યારે અંબાજી માતાજી નાં ઉપાસક અને દાંતા રાજવી પરિવારનાં મહારાજા પરમવીરસિંહે ખુદ મોહનથાળ પ્રસાદ મામલે નારાજગી વ્યક્ત કરી હતી. દાંતા સ્ટેટ રાજવી પરિવારનો માતાજી સાથે વર્ષો થી ભક્તિનો નાતો રહ્યો છે. રાજવી પરિવાર નવરાત્રીમાં પણ માતાજીની વિશેષ પૂજા અર્ચના કરે છે.
મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવે તેવી ખુદ દાંતાનાં રાજવીએ માંગ કરી
પરમવીરસિંહે જણાવ્યું હતું કે સન ઇસ 1137 થી આ પરંપરા ચાલી આવે છે. ચોખ્ખા ઘી માં મોહનથાળ પ્રસાદ માતાજી અર્પણ કરવામાં આવે છે..દેશ નાં વડા પ્રધાન પણ માં અંબા નાં ઉપાસક છે.વડા પ્રધાન અને ગુજરાત સરકાર ચૂપ કેમ છે. ત્યારે આ પ્રસાદ બંધ કરવામાં જે કંઈ પણ કારણ હોય તેનું નિરાકરણ લાવી વડાપ્રધાને આ મોહનથાળ પ્રસાદ ચાલુ કરાવે તેવી ખુદ દાંતાનાં રાજવીએ માંગ કરી હતી. જો મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં નહિ આવે તો છેલ્લે કોર્ટ નો સહારો લેવો પડશે તેવી રાજવી પરમવીરસિહે ચીમકી પણ ઉચ્ચારી હતી. દાંતા અંબાજી નાં સમાજ સેવક પણ આ પ્રસાદ બંધ મામલે વિરોધ દર્શાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે આટલા વર્ષો ની પરંપરા કેમ બંધ કરવી પડી કોઈના દબાણમાં આવી આવું કરાયું હોય કે ગમે તે રીતે પણ આ લાખો ભક્તો ની આસ્થા સાથે ચેડાં કર્યા હોય તેવું લાગી રહ્યું છે.
મોહનથાળ પ્રસાદ બંધ થવા મામલે અદાલતમાં પીટિશન દાખલ કરવાની ચીમકી
પ્રસાદ ને લઇ છેલ્લા એક સપ્તાહ થી વિરોધ થઈ રહ્યો છે. મોહનથાળ પ્રસાદ ચાલુ કરવા માટેની માંગ થઈ રહી છે. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કરાયો નથી. ભક્તો ખુદ પ્રસાદ બનાવી અંબાજી આવતા યાત્રીકોને આપી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરમા મોહનથાળ પ્રસાદ બંધ થવાનાં મામલે પાલનપુરનાં એડવોકેટ જશવંત વાઘેલા એ ઉચ્ચ અદાલતમાં પિટિશન દાખલ કરવા માટેની તૈયારી દર્શાવી છે. એડવોકેટ નું કહેવું છે કે હિન્દુ સંગઠન સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું.પરંતુ કોઈ નિર્ણય કરાયો નથી. જો મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં નહિ આવે તો હિન્દુ સંગઠનો સાથે અંબાજીમાં ઉપવાસ પર બેસવું પડશે તો પણ બેસીશું અને આગામી સમયમાં પિટિશન દાખલ કરીશું.
અંબાજી શહેર ભાજપ ઉપપ્રમુખે આપ્યું રાજીનામું
અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ થવા મામલે અંબાજી શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટ્ટે રાજીનામું આપ્યું છે. સુનિલ બ્રહ્મભટ્ટે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે. ત્યારે અનેકવાર રજૂઆતો છતા પ્રસાદ ચાલુ ન કરાતા નિર્ણય લીધો છે. ત્યારે અધિકારી કે પદાધિકારીઓએ કોઈ જવાબ ન આપતા રાજીનામું આપ્યું છે. ત્યારે આ બાબતે સુનિલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મોહનથાળ પ્રસાદ બંધ કરાતા લાખો ભક્તોની લાગણી દુભાઈ છે.