ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સમયમાં 15 કરોડના ખર્ચે આરબોરેટમ ઉભું કરવામાં આવશે. આ સાથે ગુજરાત યુનિવર્સિટી આરબોરેટમ ધરાવતી ગુજરાતની પહેલી યુનિવર્સિટી બનશે. 7 એકર જમીન પર એમ્ફીથિયેટર સાથે બની રહેલા ત્રણ જુદા-જુદા ડોમ ગુજરાત માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ફાયબર, ગ્લાસ અને એર કંડિશન્ડ એવા ત્રણ સાઈઝના ડોમ કેમ્પસમાં આકાર લઈ રહ્યા છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ આરબોરેટમની મુલાકાત લઇ શકે એવી ખાસ વ્યવસ્થા ઉભી કરાશે. આ ઉપરાંત ટિકિટથી પણ અન્ય લોકોને પ્રવેશ આપવામાં આવશે.
કચ્છ, સૌરાષ્ટ્ર, ગિરનારનાં વનસ્પતિઓ પર પ્રયોગ કરાશે
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, જૈવ વૈવિધ્યની વાત કરીએ ત્યારે પ્લાન્ટસ અને એનિમલમાં જે વૈવિધ્યતા છે, તેનું જતન કરવું ખૂબ જરૂરી છે. આરબોરેટમનાં માધ્યમથી વનસ્પતિ સમૂહની વૈવિધ્યતા અને ડાઈવર્સિટીની જાળવણી કરવામાં મદદ મળશે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ખાતે બની રહેલું આરબોરેટમ જે મોડલ માર્વેલ હશે. ગુજરાતના એક્ઝોટીક પ્લાન્ટ જેને આપણે ફ્લોરા અને ફોના તરીકે ઓળખીએ છીએ, તેને ઇન્ક્યુબેટ કરાશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગિરનારનાં વનસ્પતિ સમૂહોને અહીં લાવી તેની જાળવણી કરી, પ્રયોગ કરાશે. પીજીના વિદ્યાર્થીઓ યુજી માટે યુજીના વિદ્યાર્થીઓ, બાળકો માટે મેન્ટરની ભૂમિકામાં હશે.
આગામી 6થી 7 મહિનામાં ખુલ્લું મુકવામાં આવશે ટ્રાન્સપીસીસમાં જે બેસ્ટ ક્વોલિટી હોય છે તેને જિનેટિક વેરીએશનમાં લાવી ભવિષ્યને જોતા જુદા-જુદા પ્રયોગો હાથ ધરાશે. ગુજરાતમાં અનેક પ્રાણીઓ, વનસ્પતિઓ, પક્ષીઓ, કીટક અને સરીસૃપ છે કે જેમના પર લેબલિંગ નથી થયું, જેમનું ડોક્યુમેન્ટેશન પણ બાકી છે, જેના પર કામ કરવામાં આવશે. 7 એકરમાં બની રહેલા આરબોરેટમમાં વોટર ચેનલ અને બે આર્ટિફિશિયલ પોઈન્ટ પણ બનાવવામાં આવશે. પાણીમાં જે વનસ્પતિઓ થતી હોય છે, તેને પણ અહીંયા ડેવલપ કરાશે. સંપૂર્ણ કામકાજ પૂર્ણ કરીને આગામી 6થી 7 મહિનામાં ખુલ્લું મુકવામાં આવશે.
.