SBI બેંક એ આપ્યો મોટો ઝટકો, લોન ચાલતી હોય તો જાણી લેજો. કઈ કઈ બેન્કોએ વધાર્યા વ્યાજ જુઓ લીસ્ટ |NEWSINSIDE

0 minutes, 5 seconds Read
Spread the love
  • 8 ફેબ્રુઆરીએ વધ્યો હતો રેપો રેટ 
  • બેંકોએ લોનના વ્યાજદરોમાં કર્યો વધારો 
  • જાણો કઈ બેંકે કેટલો વધારો કર્યો 

રિઝર્વ બેંક દેશમાં મોંઘવારી પર લગામ લગાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યી છે. કેન્દ્રીય બેંકે ગયા વર્ષે મેં મહિનાથી લઈને અત્યાર સુધી પોતાના રેપો રેટમાં કુલ 2.50 ટકાનો વધારો કર્યો છે. આરબીઆઈએ 8 ફેબ્રુઆરી, 2023માં એક વખત ફરી પોતાના રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. ત્યાર બાદ ઘણી બેંકોએ પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે.

આજથી લાગુ થયા નવા રેટ્સ 

હવે આ લિસ્ટમાં દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું નામ પણ શામેલ થઈ ગયું છે. ભારતીય સ્ટેટ બેંકે પોતાની માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ વધારા બાદ હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન, વગેરેની ઈએમઆઈમાં વધારો થયો. નવા રેટ્સ 15 ફેબ્રુઆરી, 2023 એટલે કે આજથી લાગુ થયા છે.

જાણો SBIના નવા MCLR

આ વધારા બાદ SBIએ અલગ અલગ સમયગાળામાં MCLRમાં 0.10 ટકાનો વધારો કર્યો છે. એવામાં એક દિવસીય MCLR 7.85 ટકા વધીને 7.95 ટકા સુધી પહોંચી ગયો. ત્યાં જ એક મહિનાનો MCLR 8.00 ટકા વધીને 8.10 ટકા સુધી પહોંચી ગયો છે. 3 મહિનાનો MCLR 8.00 ટકા વધીને 8.10 ટકા સુધી પહોંચી ગયો છે. 6 મહિનાનો MCLR 8.30 ટકા વધીને 8.40 ટકા થઈ ગયો છે. ત્યાં જ 1 વર્ષનો MCLR 8.40 ટકાથી વધીને 8.50 ટકા, 2 વર્ષનો MCLR 8.50 ટકા વધીને 8.60 ટકા અને 3 વર્ષનો MCLR 8.60થી વધીને 8.70 ટકા સુધી પહોંચી ગયો છે.

PNBએ વધાર્યો લોન પર વ્યાજ દર 

સ્ટેટ બેંક ઉપરાંત દેશના બીજા સૌથી મોટા પબ્લિક સેક્ટરના બેંક પેંજાબ નેશનલ બેંકે પણ પોતાના રેપો લિંક્ડ લેંડિંગ રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. હવે તે 9 ટકા વધીને 9.25 ટકા સુધી પહોંચી ગયો છે. નવા રેટ 9 ફેબ્રુઆરી, 2023થી લાગુ થઈ ચુક્યા છે.

બેંક ઓફ બરોડાએ વધાર્યો MCLR

બેંક ઓફ બરોડાએ MCLRમાં વધારો કર્યો છે. બેંકની ઓફિશ્યલ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર MCLRમાં બેસિસ પોઈન્ટસમાં વધારો MCLRમાં કરવામાં આવ્યો છે અને આ 12 ફેબ્રુઆરી 2023થી પ્રભાવીત થઈ ચુક્યા છે. આ વધારા બાદ બેંક 7.9થી લઈને 8.55 ટરા MCLR અલગ અલગ ટેન્યોર માટે થઈ ચુક્યા છે.

બેંક ઓફ મહારાષ્ટ્રનો MCLR

સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ મહારાષ્ટ્રએ માર્જિનલ કોસ્ટ ઓફ લેંડિંગ રેટ્સમાં વધારો કર્યો છે. નવા દર 13 ફેબ્રુઆરી 2023થી લાગુ થઈ ચુક્યા છે. આ વધારા બાદ બેંક અલગ અલગ સમય પર 7.50 ટકાથી લઈને 8.40 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!