- BBCની ઓફિસ પર 19 કલાકથી દરોડા હજુ પણ ચાલુ
- ઇન્કમટેક્સ ઓફિસરોને મળ્યા 4 કી-વર્ડ
ગુજરાત હિંસા સાથે જોડાયેલી ડોક્યુમેન્ટ્રીને કારણે ચર્ચામાં આવેલ બ્રિટિશ બ્રૉસ્ટિંગ કૉપોરેશન (બીબીસી) દિલ્હી અને મુંબઇ સ્થિત ઓફિસ પર ઇન્કમ ચેક્સ વિભાગે મંગળવારે દરોડા પડ્યા હતા. સતત 19 કલાકથી ITની કાર્યવાહી ચાલી રહી છે. . જણાવવામાં આવી રહ્યું છે કે ઇન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિઓને લઈને તપાસ માટે આઈટી ટીમ બીબીસી ઓફિસ પહોંચી છે. એટલું જ નહીં તપાસ માટે પહોંચેલી ઈન્કમટેક્ષની ટીમે ઓફિસમાં હાજર કર્મચારીઓના ફોન પણ જપ્ત કરી લીધા હતા અને કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવાનું કહેવામાં આવ્યું હતું.
બીબીસી ઓફિસ પર ઇન્કમ ટેક્સની આ કાર્યવાહીને ઈન્ટરનેશનલ ટેક્સ સંબંધિત મામલો કહેવામાં આવી રહ્યો છે. જેમાં ટેક્સની ગેરરીતિઓને લઈને બીબીસી ઓફિસમાં 19 કલાક સુધી આ આઇટી સર્ચ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આવકવેરા ટીમ બુધવારે પણ તેની તપાસ ચાલુ રાખી શકે છે.
બીબીસી દ્વારા જારી કરવામાં આવેલા આવા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અમારા કર્મચારીઓ સાથે છીએ, અને આ તપાસમાં આઈટી ટીમને મદદ કરી રહ્યા છીએ. અમને આશા છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. જારી કરાયેલા નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમારું આઉટપુટ અને પત્રકારત્વ સાથે સંબંધિત કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે. અમે અમારા વાચકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
BBC એડિટર્સ અને IT અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા
જ્યારે આવકવેરા અધિકારીઓએ અહીં દિલ્હીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા ત્યારે બીબીસી દિલ્હીના એડિટર્સ અને તપાસ માટે પહોંચેલા આવકવેરા અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરોડા અંગે આઈટી અધિકારીઓ સાથે ઉગ્ર દલીલ એ હકીકત પર થઈ હતી કે તેઓ બીબીસી દિલ્હી ઓફિસમાં તમામ સિસ્ટમ તપાસશે.
IT ટીમે સિસ્ટમ પર 4 કીવર્ડ શોધ્યા
IT અધિકારીઓને ઓફિસ સ્ટાફના કોમ્પ્યુટરમાં ‘શેલ કંપની’, ‘ફંડ ટ્રાન્સફર’, ‘ફોરેન ટ્રાન્સફર સહિતની સિસ્ટમ પર ચાર કીવર્ડ શોધ્યા હતા. બીબીસીના એડિટર્સે આઇટી અધિકારીઓને કહ્યું હતું કે તેઓ તેમની સિસ્ટમ પર કોઇપણ સંપાક્કીય સામગ્રીની ઍક્સેસ આપશે નહીં.
BBCની ઓફિસો પર ITના સર્ચ અંગે USAનું નિવેદન
દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે ભારતમાં બીબીસીની ઓફિસમાં IT દરોડા અંગે નિવેદન આપ્યું છે. નેડ પ્રાઇસે કહ્યું: “ભારતીય ટેક્સ સત્તાવાળાઓ દ્વારા દિલ્હીમાં બીબીસીની ઓફિસની શોધ અંગે અમે વાકેફ છીએ. અમે વિશ્વભરમાં ફ્રી પ્રેસના મહત્વને સમર્થન આપીએ છીએ.અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય એ લોકશાહીનો પાયો છે. મુક્ત મીડિયા લોકશાહીને મજબુત બનાવે છે