News Inside : Bhavnagar Police
રાજ્યમાં જે રીત ભરતી પરીક્ષા તેમજ યુનિવર્સિટીની પરીક્ષાોમાં પેપર ફૂટવાની ઘટના બને છે તે રાજ્યના યુવાનો માટે ગંભીર બાબત છે. આ પેપર ફુટવાની ઘટનાને ખુલી પાડનાર યુવરાજસિહ જાડેજા ખુદ આ સમગ્ર મામલે તોડ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભાવનગર ડમીકાંડમાં પોલીસે યુવરાજસિહના સાળા કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા હતા.
ભાવનગરના ડબીકાંડને પગલે તોડકાંડ પણ બહાર આવેલ છે જેમાં પોલીસે યુવરાજસિંહ જાડેજા સહિત ના રૂ.1 કરોડની ખંડણી માંગ્યાની પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે યુવરાજસિંહની ધરપકડ કર્યા બાદ તેના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસ પોલીસે કાનભા ગોહિલ પાસેથી રૂ.38 લાખ રિકવર કર્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.