ભાવનગર: વાલીઓ માટે બાળકોને લઈને એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્કૂલેથી ઘરે જતા સમયે ત્રણ બાળકો સાથે મોટી દુર્ઘટના બની છે. ત્રણ બાળકો ખુલ્લા પડી રહેલા વીજ વાયરને અડકતાં ત્રણેયને કરંટ લાગ્યો હતો. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. આ ઘટનાને પગલે પરિવારજનોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મહુવા તાલુકાના કાટકડા ગામે 3 બાળકો સ્કૂલેથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તા પાછી ફરતી વખતે વાડીના ખેતરમાં ખુલ્લા પડેલા વીજ કરંટ પગે અડી જતાં ત્રણેય બાળકોના ઘટના સ્થળ પર જ મોત થયા હતા. આ ઘટનાની માહિતી મળતાં જ તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ દુર્ભાગ્યવશ ત્રણેય બાળકો જિંદગીને અલવિદા કહી ચૂક્યા હતા.
આ ઘટનાને પગલે આસપાસના લોકોએ ત્રણેય બાળકોને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.