News Inside
Gujarat
અમદાવાદ। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બ્લેકફિલ્મ લગાડેલી કાર પર પોલીસની બાજ નજર છે. જો શહેરમાં બ્લેકફિલ્મ વાળી ગાડી લઈને નીકળ્યા તો પોલીસ દ્વારા ગુનોનોંધી દંડ થઇ શકે છે. કાચ પર અનઅધિકૃત રીતે બ્લેક ફિલ્મ લગાવી ફોરવ્હિલ ચલાવતા હોય તેવા ફોરવ્હિલ ચાલકો વિરુધ્ધ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો ઊંચો જય રહ્યો છે. તેવામાં ગરમીથી થોડી રાહત મેળવવા કર ચાલકો ગાડીના કાચ પર બ્લેક ફિલ્મ લગાવતા હોય છે. પરંતુ આ બ્લેક ફિલ્મની આડમાં ગુનાખોરીના કિસ્સા બનતા હોય છે. જેના પર રોક લગાવવા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બ્લેક ફિલ્મ વાળી કાર ધારકો પર પોલીસ કાર્યવાહી કરશે. આયર સુધીમાં આ મામલે અમદાવાદ પોલીસ દ્વારા કુલ 196 કર ચાલકોને મેમો આપી 1,00,500 રૂપિયાનો દંડ વસૂલીને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ આ બાબતે કાર્યવાહિતહતી હોવા છતાં લોકોમાં કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. પરંતુ જો નિર્ધારિત કરેલ સીમા કરતા વધુ માત્રામાં ડાર્ક ફિલ્મ જણાશે તો કાર ચાલકો પર પોલીસ દ્વારા કડક કાયદેસર પગલાં લેવામાં આવશે.