સિંઘમ 3 માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમય બાદ મેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ ફિલ્મ વિશે એક અપડેટ એ પણ છે કે આ વખતે દીપિકા પાદુકોણ પણ અજય દેવગન સાથે ‘સિંઘમ 3’માં જોવા મળશે.
સિંઘમ 3ના સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ ખૂબ જ ખુશ છે. તરણે એક ટ્વિટ કર્યું છે કે આ ફિલ્મ 2024ના સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે. ફિલ્મમાં ફરી એકવાર અજય દેવગન બાજીરાવ સિંઘમના મજબૂત પાત્રમાં જોવા મળશે. સિંઘમના બંને પાર્ટ્સે દર્શકોના દિલમાં સારી જગ્યા બનાવી છે, ત્યાર બાદ ફેન્સ તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.
રિપોર્ટ મુજબ આ વખતે દીપિકા પાદુકોણની એન્ટ્રી ‘સિંઘમ 3’માં થઈ છે. જેના કારણે ફિલ્મ પહેલા કરતા વધુ ખાસ હશે. આ માહિતી ખુદ રોહિત શેટ્ટીએ આપી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ સર્કસની એક ઈવેન્ટમાં રોહિત શેટ્ટીએ જાહેરાત કરી હતી કે દીપિકા પાદુકોણ ‘સિંઘમ 3’માં જોવા મળશે. પઠાણ પછી દીપિકા પાદુકોણને એક્શન અવતારમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.’સિંઘમ’નો પહેલો ભાગ વર્ષ 2011માં રિલીઝ થયો હતો અને એક્શન અવતારમાં અજયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. જ્યારે ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2014માં સ્વતંત્રતા દિવસે જ રિલીઝ થયો હતો. અને હવે ફિલ્મનો ત્રીજો ભાગ 2024ના સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે.