બે દિવસ પહેલા અમરાઈવાડી વિસ્તારમાં પણ લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે લૂંટારૂ ટોળકીના ચાર સભ્યોની ધરપકડ કરી છે. ધોળા દિવસે લોટની ઘટનાને અંજામ આપી ટોળકી બાઇક અને તેમાં રહેલ અઢી લાખથી વધુની રોકડ લઇ ભાગી ગઇ હતી.
પોલીસે આ ગેંગના જયેશ પરમાર, ભાવેશ કોષ્ટી, સન્ની પરમાર અને કરણ સોલંકીની ધરપકડ કરી છે.
બે દિવસ પહેલા સુરેશ પટેલ અને તેમના જમાઈ નરેન્દ્ર પટેલ દૂધ એકત્ર કરીને પસાર થઈ રહ્યા હતા. સુરેશ અને નરેન્દ્ર પટેલ દૂધની વસૂલાતના પૈસા બાઇકની ડેકીમાં મૂકીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સોએ તેને ઉભો રાખ્યો હતો અને સ્કૂટર કેમ ભટકી ગયું તેમ કહી મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. આ ઝઘડામાં ત્રીજો વ્યકિત સુરેશભાઈની બાઇક લઈને ભાગી ગયો હતો.
જોકે, સુરેશભાઈનું ધ્યાન બાઇક તરફ પડતાં સુરેશભાઈ અને તેમના સાળા નરેન્દ્રભાઈ બાઇકની પાછળ દોડ્યા હતા પરંતુ પકડી શક્યા ન હતા. દરમિયાન અન્ય એક બાઇક પર આવેલા બે શખ્સોએ મારામારી કરી હતી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે સુરેશભાઈ અને નરેન્દ્રભાઈએ અમરાઈવાડી પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
સુરેશભાઈનું બાઇક અને તેમની પાસેથી રૂ.2.67 લાખની મત્તાની લૂંટ થઈ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે લૂંટને અંજામ આપનાર ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકીએ શહેરના પૂર્વ વિસ્તારમાં લૂંટ અને લૂંટના પ્રયાસ સહિતના આ પ્રકારના અન્ય ગુનાઓ પણ આચર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે અત્યાર સુધીમાં ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે અને એક આરોપી હજુ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. આ ટોળકીએ અન્ય કોઈ લૂંટ કે અન્ય બનાવને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.