- સાયબર ક્રાઇમે ખેડૂત સમાચાર નામની યુટ્યુબ ચેનલ ચલાવનાર સામે નોંધી ફરિયાદ
- ગુજરાત PSI કૌભાંડમાં વિકાસ સહાય સસ્પેન્ડ તેવી ખોટી અફવાઓ ફેલાવા પર થઈ કાર્યવાહી
- સ્કૂલ બસમાં બ્લાસ્ટ થતા 30 બાળકો જીવતા ભડથું જેવાં ટાઈટલ સાથે ખોટા ન્યૂઝ અપલોડ કર્યા હતા
- ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર બળાત્કારનો આરોપ, પોલીસ દ્વારા ધરપકડ તે પ્રકારની કરી હતી પોસ્ટ
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પ્રસારણ કરવી એ ગુનાહિત પ્રવૃત્તિ છે. સાયબર ક્રાઇમ દ્વારા આવા જ એક વ્યક્તિ વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ખેડૂત સમાચાર નામની યુટ્યુબ ચેનલ ચલાવનાર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કારણ કે આ YOUTUBE ચેનલ પર ભડકાઉ ખોટા ટાઇટલ લખીને ખોટી માહિતી અપલોડ કરવામાં આવી રહી હતી. ગુજરાતના નવા DGP વિરુદ્ધમાં પણ વિડિયો બનાવીને અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં લખવામાં આવ્યું હતું કે, “PSI કૌભાંડ મામલે વિકાસ સહાય સસ્પેન્ડ….” ત્યાર બાદ બીજા વીડિયોની ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે, મોટા ભાગના વીડિયોમાં ખોટી માહિતી અપલોડ કરવામાં આવી રહી હતી. સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગુન્હો નોધી તપાસ શરૂ કરવામાં આવી છે.