News Inside/16 May 2023
..
CBI દ્વારા સ્વતંત્ર પત્રકાર વિવેક રઘુવંશી પર જાસૂસીના આરોપો લગાવવામાં આવ્યા છે.
સીબીઆઈએ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને સેના સંબંધિત સંવેદનશીલ માહિતી એકત્ર કરવી અને તેને વિદેશની ગુપ્તચર એજન્સીઓ સાથે શેર કરવા બદલ સ્વતંત્ર પત્રકાર વિવેક રઘુવંશી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, FIR બાદ એજન્સીએ જયપુર અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં 12 સ્થળોએ વિવેક રઘુવંશી અને તેની નજીકના લોકો સાથે જોડાયેલા વિસ્તારની તપાસ હાથ ધરી હતી.
તેઓએ જણાવ્યું હતું કે, શોધ દરમિયાન વિવેક રઘુવંશી પાસેથી સંખ્યાબંધ સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા હતા. તથા આ દસ્તાવેજોને કાનૂની તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.