વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં રંગાોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી

0 minutes, 0 seconds Read
Spread the love

વડતાલ મંદિરના હરીમંડપ પાછળ આવેલ વિશાળ પટાંગણમાં 207મો ભવ્ય રંગોત્સવ આચાર્ય રાકેશ પ્રસાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડૉક્ટર સંત સ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ પ્રકાશ દાસ સ્વામી અને બાપુની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો

સવારે મંગળા આરતી બાદ નીજ મંદિરમાં બિરાજમાન દેવોને ખજૂર ધાણી-ચણા અને ખાંડના હારડાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

સુરત રામપુરા મંદિરના કોઠારી પી .પી.સ્વામી રંગોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું. આ રંગોત્સવમાં આચાર્ય રાકેશપ્રસાદ મહારાજે સૌ હરી ભક્તોને રંગભીના આશીર્વાદ પાઠવ્યા હતા. સંતો દ્વારા આકાશમાં રંગબેરંગી ફુગ્ગા ઉડાડી રંગોત્સવનો પ્રારંભ કર્યો હતો.

સૌરભ પ્રસાદ અને દ્વીજેન્દ્રપ્રસાદ સ્વામીએ હરિભક્તો પર મોટી પિચકારીઓ વડે કેસુડાના જળથી ભક્તોને ભીંજવ્યા હતા. ડીજેના તાલે હરિભક્તો ઝુમી ઉઠ્યા હતા. સતત ત્રણ કલાક સુધી રંગબેરંગી પાણીની છોળો અને 3000 કિલો અબીલ ગુલાલ અને 2 હજાર કિલો પાંદડીઓના 250 થી વધુ બ્લાસ્ટ કરી ઉડાવવામાં આવી હતી.

ચરોતરના 30 થી વધુ ગામોના 300 જેટલા સ્વયંસેવકોએ ખડે પગે સેવા બજાવી હતી. આ પ્રસંગે સંસ્કૃત પાઠ શાળાના અભ્યાસ કરતા વડતાલના સંતોએ સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી દ્વારા લેવાયેલા સાહિત્ય વિષય પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ થનાર નયન પ્રકાશ સ્વામી, માનસ પ્રકાશ સ્વામી, અક્ષર પ્રિયા સ્વામી તથા વડતાલ મંદિરના પૂજારી બ્રહ્મચારી પ્રભા નંદનજી ગુરુ હરિસ્વરૂપાનંદજીને આચાર્ય મહારાજએ અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!