- વરસાદ બંધ થયા બાદ તાત્કાલિક પગલાં લેવા આદેશ
- તૂટેલા રસ્તાને ઝડપી રીપેર કરવા CMએ આપ્યો આદેશ
- રખડતા ઢોર મામલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને ખખડાવ્યા
- ઢોરને હટાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી
ગુજરાત : રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે ત્રાસ વધી રહ્યો છે, ત્યારે તંત્ર માટે પરેશાનીરૂપ સ્થિતિ નિર્માણ પામી રહી છે. તાજેતરમાં જ પૂર્વનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રખડતાં ઢોરે અડફેટે લીધા હતા. તેમજ પોરબંદરમાં મુખ્યમંત્રીના કાફલામાં પણ રખડતાં ઢોર ઘુસ્યા હતા. આ ઘટનાઓને પગલે હવે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ટકોર કરી છે કે, રખડતા ઢોર પર કાબૂ લાવો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં રખડતા ઢોરના કારણે 158 લોકોએ જીવ ગુમાવ્યા છે.