- ટીમ ઈન્ડીયાના ક્રિકેટરોએ બસમાં મનાવી હોળી
- કોહલી-રોહિતે બસમાં એકબીજા પર રંગ છાંટ્યો
- ખૂબ ચીયરફૂલ મૂડમાં જોવા મળ્યાં
- શુભમન ગીલે શેર કર્યો વીડિયો
ટીમ ઈન્ડીયા આવતીકાલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવા માટે મેદાને પડવાની છે. અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ધૂળેટીના અવસરે ટીમ ઈન્ડીયા ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી અને ચોથી ટેસ્ટ રમવાની છે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડીયાના ક્રિકેટરો હોળી મનાવતા જોવા મળ્યાં હતા.
ટિમ ઇન્ડિયાએ બસમાં જ મનાવી હોળી, વિડીયો થયો વાયરલ #TeamIndia #Holi2023 #Cricket #holicelebration @imVkohli @ShubmanGill @ImRo45 @ashwinravi99 pic.twitter.com/h89ImQYAFd
— NEWS INSIDE (@NEWSINSIDEMEDIA) March 7, 2023
મોદી સ્ટેડિયમમાંથી ટ્રેઈનિંગ લઈને હોટલમાં આવતી હતી બસમાં મનાવી હોળી
આવતીકાલની ટેસ્ટ પહેલા આજે ટીમ ઈન્ડીયા મોદી સ્ટેડિયમમાં જઈને પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ બાદ સાંજના ટીમ ઈન્ડીયાના ક્રિકેટરો તેમની હોટલમાં આવતા હતા તે દરમિયાન બસમાં તેમણે બધાએ ભેગા થઈને હોળી મનાવી હતી. બેટર શુભમન ગીલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગિલ ટીમની બસમાં બાકીના ક્રિકેટરો સાથે હોળીના રમતાં જોવા મળ્યાં હતા. તેમણે એકબીજા પર રંગ અને ગુલાલ ઉડાવ્યો હતો અને આ રીતે હોળી મનાવી હતી.