News Inside/13 May 2023
..
કર્ણાટક વિધાનસભા માટે મતોની ગણતરી ચાલી રહી છે. હાલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટી હેડક્વાર્ટરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શિમલાના પ્રસિદ્ધ જાખુ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી. મંદિરની મુલાકાતનો વીડિયો શેર કરતા પાર્ટીએ કહ્યું કે, “કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શિમલાના પ્રસિદ્ધ જાખુ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી અને દેશની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.”
આના થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધીનો એક વીડિયો શેર થયો હતો. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હું અજેય છું, મને ખૂબ જ વિશ્વાસ છે, હા, આજે હું અજેય છું.’ સ્પષ્ટ છે કે કર્ણાટક ચૂંટણીના પરિણામોને કારણે પાર્ટી ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહી છે.
કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલ રાહુલ ગાંધીનો વીડિયો ભારત જોડો યાત્રાનો છે. 50 સેકન્ડના આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સાંભળી શકાય છે. આમાં એક પંક્તિ વારંવાર પુનરાવર્તિત થાય છે – હું આજે અજેય છું. (I’m unstoppable today)