- દેવાયત ખવડ જામીન માટે મારી રહ્યો છે હવાતિયા
- અત્યાર સુધી 58 દિવસ જેલમા રાત વિતાવી, 5 વખત જામીન અરજી કરી
- ખવડનો જેલવાસ દિવસે દિવસે લાંબો થતો જાય છે.
મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ જામીન માટેના હવાતિયા મારી રહ્યો છે. ખવડ સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચી જામીન માટે વલખા મારી રહ્યો છે. તેણે અત્યાર સુધી 58 રાત જેલના સળિયા પાછળ ગાળ્યાં છે તેમજ એટલું જ નહીં સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટ સુધી કુલ પાંચ વખત જામીન માટે વલખા માર્યા છે. અત્રે ઉલ્લખનીય છે કે, 5 વખત ખવડની જામીન અરજીઓ રદ થઈ છે.
ખવડના જામીન માટેના હવાતિયા યથાવત
દેવાયત ખવડે સતત પાંચમી વાર કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી છે. દેવાયત ખવડના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરાઇ હતી, જે વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. ગત વખતની જેમ આ વખતે પણ શિવરાત્રી અને લગ્નને લઇને સ્ટેજ પ્રોગ્રામ માટે ખવડે 25 દિવસ માટે જામીનની માંગણી કરતી અરજી કરી હતી. જો, કે ખવડને હજી પણ જેલની હવા ખાવી યથાવત રહી છે. મહત્વનું છે કે, મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં છેલ્લી 53 રાતથી દેવાયત ખવડ અને તેના સાથીઓ જેલમાં છે.