દેશમાં કોરોનાના નવા 10,753 કેસ નોંધાયા
એક્ટિવ કેસની સંખ્યા 50 હજારથી વધુ પહોંચી
અત્યાર સુધી 4,42,211 દર્દીઓ કોરોનાથી સાજા થયા
દેશમાં કોરોનાએ ફરી એકવાર રફતાર પકડી હોય તેવું જણાઈ રહ્યું છે અને દૈનિક કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગયા ત્રણ દિવસથી દૈનિક કેસ 10 હજારથી વધુ નોંધાઈ રહ્યાં છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 10,753 કેસ નોંધાયા છે. કોરોનાનો સંક્રમણ વધતા એક્ટિવ કેસની સંખ્યા 50 હજારથી વધુ પહોંચી છે. સાથો સાથ તમને જણાવી દઈએ કે, ચિંતાની વાત એ છે કે, રિકવરી રેટ ઓછું છે જે માત્ર 98.69 ટકા જ છે
રિકવરી રેટ 98.69 ટકા છે
વાત એમ છે કે, શુક્રવારે 11,109 નવા કેસ નોંધાયા હતા જ્યારે શનિવારે નવા કેસ 10,753 સામે આવ્યા છે. જો કે, ટોટલ એક્ટિવ કેસની વાત કરીએ તો 53,720 નવા કેસ નોંધાયા છે. જો કે, એક દિવસ પહેલાની વાત કરીએ તો એક્ટિવ કેસનો આંકડો 49,622 હતો. જોકે દિવસેને દિવસે સંક્રમણ વધતું હોય તેવું જણાઈ રહ્યું છે કેમ કે, એક્ટિવ કેસમાં 0.12 ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ રિકવરી રેટની વાત કરીએ તો તે ફક્ત 98.69 ટકા જ છે. ગયા 24 કલાકમાં 6628 દર્દીઓ સાજા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ અત્યાર સુધી 4,42,211 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
કેરલમાં એક્ટિવ કેસ 18,663
આરોગ્ય મંત્રાલયની વિગતો મુજબ કેરલમાં વર્તમાનમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. કેરલમાં અત્યાર એક્ટિવ કેસ 18,663 છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ 5,928 કેસ નોંઘાયા છે. રાજધાની દિલ્હીમાં 4 હજારથી વધુ કેસ નોંધાયા છે. અહીં 4311 લોકો કોરોનાથી સંક્રમિત છે. દેશમાં 13 રાજ્ય એવો છે કે, જ્યાં એક હજારથી વધુ એક્ટિવ કેસ છે. તેમજ ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ત્યાં એક્ટિવ કેસ 2579 કેસ છે.