દેશમાં કોરોનાએ ફરી રફ્તાર પકડી લીધી છે. કેસમાં રોજ બરોજ ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં 7,633 નવા કેસ નોંધાયા છે તેમજ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 61,233 થઈ છે. અત્રે ઉલ્લેખનીય વાત છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 11 લોકોના મોત થયા છે તેમજ 6,702 લોકોએ કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5 લાખ 31 હજાર 152 લોકોના મોત થયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થયાં છે જેમાં દિલ્હીમાં 4, હરિયાણા, કર્ણાટક અને પંજાબમાંથી 1-1 મોત થયો છે જ્યારે કેરળમાં 4ના મોત થયા છે,
આરોગ્ય મંત્રાલયે સવારે 8 વાગ્યા બહાર પાડેલી વિગતો મુજબ દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 48 લાખ 34 હજાર 859 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કોરોનાનું સંક્રમણ રેટ 0.14 ટકાનો છે અને દેશમાં રિકવરી રેટ 98.68 ટકા નોંધાયો છે. દેશમાં 4 કરોડ 42 લાખ 42 હજાર 474 લોકોએ કોરોનાથી આપી છે. જો મૃત્યુ દરની વલાત કરવામાં આવે તો 1.18 ટકા નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસના 1,017 નવા કેસ નોંધાયા હતા જ્યારે સંક્રમણ દર 29.68 ટકા નોંધાયું છે જેમાં ઉલ્લેખની.ય વાત છે કે, જે 15 મહિનામાં સૌથી વધુ છે. ત્યાં 14 જાન્યુઆરીએ સંક્રમણ દર 30.6 ટકા નોંધાયો હતો. સોમવારે, હરિયાણામાં કોરોના વાયરસના 898 નવા કેસ નોંધાયા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતુ.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ગુરુગ્રામમાં 461, ફરીદાબાદમાં 134, યમુનાનગરમાં 47 અને કરનાલમાં 43 કેસ નોંધાયા છે. સોનીપતમાં 23, પાણીપતમાંથી 19 અને રોહતકમાંથી 20 કેસ નોંધાયા છે. અત્રે ગુજરાતની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ગુજરાતમાં કોરોનાના નવા 174 કેસ નોંધાયો છે તેમજ એક્ટિવ કેસનો આંકડો 2215 પર પહોંચ્યો છે. વેન્ટિલેટર 05 દર્દીઓ છે જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 57 કેસ નોંધાયા,