ગુજરાત: GTPL યુઝર ક્રિકેટ મેચનો લાઈવ અનાડ માણવા જ્યારે ચેનલ શરૂ કરે છે ત્યારે TV સ્ક્રીન પર નીચે મુજબની એક નોટિસ પ્રકાશિત થઈ રહી છે. વૃદ્ધિ દરને કારણે લાઈવ ક્રિકેટ ચેનલ પ્રકાશિત થઈ રહી નહિ. આ નોટિસ જોઈને ક્રિકેટ ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે.
TRAI દ્વારા જારી કરાયેલા નવા ટેરિફ ઓર્ડર (NTO) મુજબ અને બ્રોડકાસ્ટર દ્વારા કિંમતોમાં ભારે વધારાના પરિણામે, આ ચેનલને બ્રોડકાસ્ટર દ્વારા બંધ કરવામાં આવી છે. અમે કિંમતોમાં ભારે વધારા સામે તમારા હિતોનું રક્ષણ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ અને તમારા માટે કિંમતોમાં કોઈ મોટો વધારો ટાળવા માટે કાનૂની પડકાર સહિત તમામ સંભવિત પગલાં લઈ રહ્યા છીએ. અયોગ્ય ભાવ વધારા સામેના આ વિરોધમાં અમે તમારા સહકાર અને સમર્થનની વિનંતી કરીએ છીએ.