- મહેન્દ્રસિંહ ધોની બાદ હવે વધુ એક ક્રિકેટર ફિલ્મી દુનિયામાં એન્ટ્રી
- ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો
- ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા હાલમાં ફિલ્મ કરી રહ્યા છે પ્રોડ્યુસ
- “પછત્તર કા છોરા” નામની ફિલ્મમાં રણદીપ હુડ્ડા અને નીના ગુપ્તા
મહેન્દ્રસિંહ ધોની બાદ હવે વધુ એક ક્રિકેટર ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી છે. વાત જાણે એમ છે કે, ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ ફિલ્મોની દુનિયામાં પ્રવેશ કર્યો છે. નોંધનીય છે કે, રવિન્દ્ર જાડેજા હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં વ્યસ્ત છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 માર્ચથી ચોથી ટેસ્ટ મેચ રમાશે. આ પહેલા જાડેજાની નવી ઈનિંગને લઈને સમાચાર આવ્યા છે કે, રવીન્દ્ર જાડેજા 63 વર્ષની અભિનેત્રીના દમ પર કરોડો કમાવવાની કવાયત શરૂ કરી છે. માહિતી મુજબ આ ફિલ્મનું નામ “પછત્તર કા છોરા” છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા અને નીના ગુપ્તા છે.
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા હાલમાં એક ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે. જેને લઈ હવે અભિનેત્રી નીના ગુપ્તાએ ફિલ્મના મુહૂર્તની એક તસવીર શેર કરી છે, જેમાં જાડેજાની પત્ની રીવાબા તેની સાથે જોવા મળી રહી છે. રવીન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબા જાડેજા અને 63 વર્ષના નીના સ્ટારર આ ફિલ્મના સહ-નિર્માતા છે. ભારતીય ઓલરાઉન્ડરે આ ફિલ્મના મુહૂર્તની તસવીર પણ શેર કરી છે.
https://www.instagram.com/p/CpcA-0RK12s/?utm_source=ig_web_copy_link
ફિલ્મનું શૂટિંગ ક્યાં શરૂ થયું?
વિગતો મુજબ આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા 17 વર્ષ નાના રણદીપ હુડ્ડા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. જાડેજાની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચ માટે અમદાવાદ પહોંચી ગયો છે. આ શ્રેણીમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.
અમદાવાદ મેચ માટે જાડેજા તૈયાર
રવીન્દ્ર જાડેજાએ પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે 7 વિકેટ ઝડપી હતી અને 70 રન પણ બનાવ્યા હતા. જ્યારે બીજી ટેસ્ટમાં તેણે 10 વિકેટ સાથે 26 રન બનાવ્યા હતા. તેણે ઈન્દોર ટેસ્ટમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. જાડેજા ફરી એકવાર અમદાવાદમાં તબાહી મચાવવા માટે તૈયાર છે. ભારત માટે અમદાવાદમાં જીત પણ કોઈપણ સંજોગોમાં જરૂરી છે. માત્ર સિરીઝ જીતવા માટે જ નહીં પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવા માટે પણ ભારતે ચોથી ટેસ્ટ મેચ જીતવી પડશે.
કોણ છે રિવાબા જાડેજા?
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ રીવાબા ગુજરાતના રાજકોટના છે. તેમના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તાજેતરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જીત્યા હતા. નોંધનીય છે કે, પત્ની રિવાબા જાડેજાને જીતાડવા માટે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મેદાનમાં ઉતર્યા હતા. આ સાથે ખુલ્લી જીપમાં સવાર થઈ જાડેજાએ જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠકના વિવિધ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો.