News Inside/ Bureau: 24 January 2023
દાહોદના દેવગઢ બારિયા ખાતે ૧૦ જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલ અને બૂટલેગરો સમ સામે આવી ગયાની ઘટના બની હતી.જેમાં ૧૨ રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું. પોલીસ અને બૂટલેગરો વચ્ચે ઘમાસાણ યુદ્ધ જેવી હાલત સર્જાઈ હતી.
વધુ માં વિગત પ્રમાણે જાણવું તો દાહોદમાં મધરાતે ધડાધડી ગોળીઓનો જાણે વરસાદ જ થઈ ગયો હતો. હુમલો કરીને બુટલેગર ફરાર થવામાં સફળ પણ થઈ ચૂક્યો હતો.
૧૦ /૦૧ /૨૦૨૩ ના રોજ ની ઘટના હતી જે વિજિલન્સની સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન રેડ દરમ્યાનના આરોપી જે ફરાર થઈ ગયા હતા તે આરોપી ભીખાભાઈ ભલજીભાઈ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યો છે.
આ સઘન આરોપીને આજ રોજ અમદાવાદ- ઈન્દોર હાઈવે ઉપર કણભા ત્રણ રસ્તા પાસેથી SMC દ્વારા પકડી પાડેલ છે.આરોપી વિરૂધ્ધ અન્ય પોલીસ સ્ટેશનમાં ધાડ, લૂંટ તેમજ ફાયરીંગ કરી ખૂનની કોશીષના કુલ-૦૬ ગુનાઓ તેમજ પ્રોહીબીશન ધારા હેઠળના કુલ-૩૭ મળી કુલ-૪૩ ગુનાઓ નોંધાયેલ છે અને તે છેલ્લા ૨ વર્ષથી નાસતો-ફરતો હતો.