દાહોદઃ દેવગઢ બારિયામાં વિજિલન્સ અને બુટલેગરો સેમ સામે આવી ગયા, 12 રાઉન્ડ ફાયરિંગ થયું

દાહોદઃ દેવગઢ બારિયામાં વિજિલન્સ અને બુટલેગરો સામ-સામે આવી ગયા, 12 રાઉન્ડ ફાયરિંગ થયું

0 minutes, 14 seconds Read
Spread the love

News Inside/ Bureau: 11 January 2023
પોલીસ અને બુટલેગર વચ્ચે ઘમાસાણ યુદ્ધ જેવી હાલત
દારૂના અડ્ડા પર SMC રેડ કરવા ગઈ તો બુટલેગર દ્વારા ફાયરિંગ
દાહોદમાં મધરાતે ધડાધડી ગોળીઓનો વરસાદ
SMCના PSI આર એસ પટેલની ટીમ પર જાનલેવા હુમલા
હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો
જપ્ત કરેલી ગાડીમાંથી ભાજપના ખેસ મળ્યા

પોલીસ અને બુટલેગર વચ્ચે ઘમાસાણ યુદ્ધ જેવી હાલત
પોલીસ અને બુટલેગર વચ્ચે ઘમાસાણ યુદ્ધ જેવી હાલત

દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે મોડી રાત્રે સામસામે ઘર્ષણ થયું હતું. સ્ટેટ વિજિલનસની ટીમે રાત્રે 12 વાગ્યાના અરસામાં બૂટલેગરના ઠેકાણા પર રેડ પાડી હતી. આ દરમિયાન બૂટલેગરોએ સામે ફાયરિંગ કર્યું હતું, જેના વળતા જવાબમાં પણ પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસે રેડ દરમિયાન દારૂની બે મોટાં અને બે નાનાં વાહનો જપ્ત કર્યાં છે. ઉપરાંત મોટા પ્રમાણમાં દારૂ પણ જપ્ત કર્યાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં પોલીસે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ,સરકારી કામમાં રુકાવટ અને પરોહીબીશનની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દારૂના અડ્ડા પર SMC રેડ કરવા ગઈ તો બુટલેગર દ્વારા ફાયરિંગ
દારૂના અડ્ડા પર SMC રેડ કરવા ગઈ તો બુટલેગર દ્વારા ફાયરિંગ

ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવે છે. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુરનો બૂટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે. જેથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મધરાત્રે જ વોચ ગોઠવી દેવામા આવી હતી.
દાહોદમાં મધરાતે ધડાધડી ગોળીઓનો વરસાદ
દાહોદમાં મધરાતે ધડાધડી ગોળીઓનો વરસાદ

આ દરમિયાન બૂટલેગર ભીખા રાઠવા ફોર-વ્હીલર લઈને આવતાં પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી કરી ફાયરિંગ કર્યું હતું. તેણે આડેધડ સાત-આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ ઘટનામા કોઈને ઈજા થવાના અહેવાલ હાલ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. હાલ સાગટાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.પોલીસ પર આ હુમલાની ઘટનામાં હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ,સરકારી કામમાં રુકાવટ અને પરોહીબીશનની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ હુમલાના પોલીસ વાહનને નુકસાન પહોંચ્યુ છે તેમજ 20થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનુ પોલીસ જણાવી રહી છે. ત્યારે પોલીસે બુટલેગરોની જે ગાડી જપ્ત કરી છે તેમા ભાજપના ખેસ લગાડેલા મળી આવ્યા છે. ત્યારે પોલીસ પર ધોંસ જમાવવા ભાજપના ખેસ લગાવવામા આવ્યા છે કે, કોઈ અન્ય કારણ છે તે વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!