મ્યુનિ. મધ્યઝોનમાં નવા આવેલા ડીવાયએમસીએ આ વિસ્તારના કોર્પોરેટર વચ્ચે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં એવો સુર સામે આવ્યો હતો કે, મોટાભાગના મધ્યઝોનના વિસ્તારમાં નવા રોડ બનાવવા એટલે રસ્તા ઉપર ડામર પાથરવાની પ્રથા છે. તેને કારણે રોડના સ્તર ખૂબ જ મોટા થઇ ગયા છે, ત્યારે હવે રોડ પર ડામર પાથરીને સંતોષ લેવાને બદલે તંત્ર રસ્તો ખોદીને તેના પર નવો રોડ બનાવે તેવી માગ કરી હતી. મકાનોને સામાન્ય દુરસ્તિકરણ કરતાં હોય તો પણ આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી.
જ્યારે મહત્વની બાબત મધ્યઝોનના રસ્તાઓની કરાઇ હતી. જેમાં અનેક વિસ્તારમાં રસ્તાના થર સતત ઉંચા થઇ રહ્યા છે, જ્યારે સામાન્ય રીતે રસ્તાને ખોદીને તેને ફરીથી ડામર પાથરવામાં આવે તો રસ્તાની ઉંચાઇ વધતી નથી. જોકે આ પદ્ધતિએ કામ નહીં કરવામાં આવતું હોવાની ફરિયાદ થઇ હતી. જેને કારણે કેટલાક વિસ્તારમાં રસ્તા ખૂબ ઊંંચા થઇ ગયાની ફરિયાદો ઉઠી છે.