અમદાવાદ : યુવતીને મોબાઈલ પર રિલેશન રાખવું ભારે પડ્યું, જુઓ યુવકે શું કર્યું!

0 minutes, 0 seconds Read
Spread the love

Ahmedabad News : મહિલાઓ માટે કડક કાયદાઓની જોગવાઈઓ છતાં પણ કેટલાક લંપટોને પોલીસનો ડર ન હોય એમ દાદાગીરી કરી રહ્યાં છે. અમદાવાદના નારણપુરામાં રહેતી ૨૦ વર્ષીય યુવતીએ એક યુવક સાથે સંબંધ કાપીને વાત કરવાનું બંધ કરતા યુવકે યુવતી પરીક્ષા આપવા માટે નવ ગુજરાત કોલેજ ખાતે પહોંચી ત્યારે તેને ધમકી આપીને હાથ મરોડી નાખ્યો હતો અને ધમકી આપી હતી. તમે કોઈની સાથે મિત્રતા કરો તો પણ એ ધ્યાન રાખો કે વ્યક્તિ કેવો છે. છોકરો હોય કે છોકરી ફક્ત દેખાવ જોઈને મિત્રતા બાંધી લે છે અને પાછળથી પસ્તાય છે. સારા દેખાતા બધા સારા જ નીકળશે એવું પણ શક્ય નથી. હાલમાં ફક્ત દેખાવને પ્રાધાન્ય અપાય છે. જેને પગલે ક્યારેક છોકરીઓ માટે મોટી મુસિબતનું કારણ બને છે. આ કેસમાં પણ વિગતો એવી છે કોલેજમાં પરીક્ષા આપવા ગયેલી યુવતી સાથે પણ એવી જ ઘટના ઘટતાં તેને પરિવારના સભ્યો જાણ કરતા યુવક નાસી ગયો હતો. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

હવે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. નારણપુરા શાસ્ત્રીનગરમાં રહેતી અને નવ ગુજરાત કોલેજમાં બી.એ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે આજથી સાત મહિના પહેલા નવરંગપુરા ખાતે એક લગ્ન પ્રસગમાં યુવતીનો સંપર્ક રાજ ભલાવત (રહે.કેશવ એપાર્ટમેન્ટ,ન્યુ સી.જી રોડ, ચાંદખેડા) સાથે થયો હતો. જે બાદ રાત્રે રાજે તે યુવતીને ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલીને સંપર્ક વધાર્યો હતો. જે બાદ મિત્ર વર્તુળ સાથે ડભોડા હનુમાન ખાતે ફરવા માટે ગયા હતા ત્યારે મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. જે બાદ યુવક રાજ તેને સતત મળવા માટે આગ્રહ રાખતો હતો. આ બાબતની જાણ યુવતીએ તેના પરિવારજનોને કરી હતી. જેથી યુવતીએ રાજ સાથેના સંપર્કો ઓછા કરી દીધા હતા.

આ બાબતે તે ઉશ્કેરાઈ ગયો હતો. તે વારંવાર યુવતીને ધમકીભર્યા મેસેજો મોકલવા લાગ્યો હતો. આમ છતાં તે ટસની મસ થઈ હતી. શનિવારના રોજ નવગુજરાત કોલેજમાં પરીક્ષા આપવા માટે પહોંચી તો રાજ પણ ત્યાં પહોંચી ગયો હતો અને યુવતીની સ્કૂટીની ચાવી કાઢી લઈને તેનો હાથ મચકોડીને આજે તું પરીક્ષા કેવી રીતે આપે છે એ હું જોઉ છું એમ કહી ધમકી આપી હતી. આખરે યુવતીએ પરિવારને જાણ કરતાં તે ભાગી ગયો હતો. યુવતીએ પરીક્ષા આપ્યા બાદ આખરે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. હવે પોલીસ આ આશિકના પ્રેમનું ભૂત ઉતારશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!