News Inside/16 May 2023
..
કર્ણાટકના CM અંગેના નિર્ણયને લઈને વિવાદ વચ્ચે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર આજે 16 મેએ દિલ્હી જશે. કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા, જ્યારે શિવકુમાર પેટના દુખાવાને કારણે બેંગલુરુમાં રોકાયા હતા.
કર્ણાટકના મુખ્યમંત્રીના નિર્ણયને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે.શિવકુમાર આજે 16 મેના રોજ દિલ્હી પહોંચશે. આ પહેલા તેમણે જણાવ્યું હતું કે,”લોકસભાની ચૂંટણીમાં 20 બેઠકો જીતવી એ અમારો હવે પછીની ચુનૌતી છે. અમારું એક સંયુક્ત ગૃહ છે, હું અહીં કોઈને વિભાજિત કરવા નથી માંગતો. હું એક જવાબદાર માણસ છું. હું પીઠ પર છરો પણ નહીં ભોકું અને બ્લેકમેલ પણ નહીં કરું. હું ખોટા ઈતિહાસમાં જવા માંગતો નથી, હું ખરાબ ટિપ્પણી સાથે જવા માંગતો નથી.” આ ઉપરાંત તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધી તેમના આદર્શ છે. તથા કોંગ્રેસ દરેક માટે પરિવાર છે. આપણું બંધારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આપણે દરેકના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે.
કોંગ્રેસ સાંસદ સૈયદ નસીર હુસૈને કહ્યું કે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારએ બંને કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. બંનેએ આ લડાઈનું આગળ આવીને નેતૃત્વ કર્યું હતું, બંનેએ પાર્ટીને મજબૂત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. પરંતુ કોઈ એક જ કર્ણાટકના સીએમ બની શકે છે.