- ડો.ચગના દીકરાની કરી કંટેમ્પ્ટ અરજી
- સુસાઇડ નોટમાં બે રાજકીય માથાનું નામ
ડો.અતુલ ચગ આપઘાત કેસમાં ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થે પોલીસ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ ન નોંધતા હોવાની અરજી આપી હતી.
ડો. અતુલ ચગના આપઘાત કેસમાં 66 દિવસ પછી હાઈકોર્ટના આદેશથી ફરિયાદ નોંધાશે અને આજે વધુ સુનાવણી આજે હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, સુસાઈડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતાનું નામ હતું.
ડો.અતુલ ચગે પોતાની સુસાઇડ નોટમાં સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમાને લઈને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં વેરાવળ પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. પોલીસે ફરિયાદ ન નોંધતા ડો. અતુલ ચગના પુત્ર હિતાર્થે હાઇકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી દાખલ કરી હતી. ડો. અતુલ ચગ પાસેથી સાંસદ અને તેમના પિતાએ પોણા બે કરોડ રૂપિયા લઈને પરત ન આપ્યા હોવાનો અગાઉ પણ ખુલાસો થયો હતો.
હાઈકોર્ટમાં 2 કલાક સુધી દલીલો ચાલી હતી. પીઆઈ સિવાયના અન્ય પક્ષકારોએ જવાબ રજૂ ન કરવા અને ખાનગી વકીલ ન રોકવા પર અરજદારે વાંધો ઉઠાવ્યો હતો. અને અરજદારના વકીલે જણાવ્યું હતું કે, 12 ફેબ્રુઆરીના રોજ આ ઘટના બની અને એ જ દિવસે સુસાઈડ નોટ મળી હતી. તેના પાંચ દિન બાદ જ ડોક્ટર ચગના પુત્રએ લેખિત ફરિયાદ આપી હતી. તેમ છતાં હજુ પણ તપાસ ચાલુ જ છે એવું પોલીસ જણાવી રહી છે અને FIR પણ નોંધવામાં આવી નથી.
- સુસાઇડ નોટમાં બે રાજકીય માથાનું નામ
વેરાવળ એસટી રોડ પર કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ધરાવતા નામાંકિત એમ.ડી. ફિઝીશયન ડો. અતુલ ચગે રાત્રીના સમયે સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વેરાવળમાં આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.સુસાઇડ નોટમાં એક જ લીટીમાં રાજેશ ચુડાસમા તથા નારણભાઇના કારણે આત્મહત્યા કરતો હોવાનું જણાવાયું હતું.
આ સમગ્ર બનાવ બન્યા પછી પોલીસે જણાવ્યું હતું કે આ બનાવમાં તબીબ પુત્ર હિતાર્થ ઘણું બધુ જાણતો હોવાનું કહેવાય છે, ડૉ. ચગનો પુત્ર ફરિયાદ નોંધાવે ત્યારબાદ પોલીસ તપાસ આગળ ધપશે અને સાચી હકીકતો બહાર આવશે તેવું સ્થાનિકો માની રહ્યા છે. હાલ પોલીસ દ્વારા એડી દાખલ કરવામાં આવી છે.