Drivers who violate traffic rules beware!: If you do not fill the e-memo within the time limit, court action will be taken.

ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સાવધાન!: સમય મર્યાદામાં ઈ-મેમો નહીં ભરો તો થશે કોર્ટ કાર્યવાહી

0 minutes, 0 seconds Read
Spread the love

મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા અને લોકો દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કિસ્સા વધી રહ્યા છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઈ-મેમો આપવામાં આવે છે. ઘણાય વાહન ચાલકો આ મેમો ભરતા નથી. એવામાં ગુજરાત રાજ્યમાં એક નવતર પહેલ શરુ કરી છે.

અમદાવાદ: મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા અને લોકો દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઈ-મેમો આપવામાં આવે છે. જો કે, ઘણા કિસ્સામાં વાહન ચાલકો આ મેમો ભરતા નથી આવા વાહન ચાલકો સામે હવે લાલ આંખ કરવામાં આવશે.

અમદાવાદની મેટ્રો કોર્ટ ખાતે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરી છે. જ્યાં ટ્રાફિક પોલીસ અને આરટીઓના ચલણો સાથે વન નેશન વન ચલણ પ્રોજેકટનું સફળ સંકલન થશે. આ સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરાઈ છે. ઈ ચલણની દંડની રકમ 90 દિવસમાં નહીં ચુકવાય તો આપોઆપ ટ્રાફીક કોર્ટમાં ચલણ મોકલાઈ જશે. ત્યાર બાદ વાહન માલિકના મોબાઈલ ફોન પર એસએમએસ દ્રારા નોટીસ મોકલવામાં આવશે. ઈ-મેમો નહિ ભરતા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં આવશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!