ઓનલાઈન ગેમિંગ કેસમાં EDએ 17 કરોડ જપ્ત કર્યા, આરોપીના ભાઈને લીધો કસ્ટડીમાં

Spread the love

News Inside/ Bureau: 11 September 2022

EDએ કોલકાતામાં ગાર્ડનરિચ વિસ્તારમાં નાસિર અહમદ ખાન નામના એક વ્યસાયીના ઘરે પલંગ નીચેથી કરોડો રૂપિયા મળી આવ્યા છે. EDએ લગભગ 17 કરોડ 32 લાખ જપ્ત કર્યા છે. મુખ્ય આરોપ નાસિર ખાનનો નાનો દીકરા આમિર ખાન સામે છે. EDએ નાસિર અહમદના વચલા દીકરા આતિફ ખાનને કસ્ટડીમાં લીધો છે અને આમિર ખાન ફરાર છે જે મુખ્ય આરોપી છે. EDના અધિકારીઓએ શનિવારે સવારે લગભગ એક જ સમયે કોલકાતામાં 6 સ્થળો પર દરોડા પાડ્યા હતા. મૈકલોડ સ્ટ્રીટ, એકબલપુર, ગાર્ડનરીચ, ન્યૂટાઉનમાં એક સાથે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ EDના અધિકારીઓને ગાર્ડનરીચમાં પલંગ નીચેથી નોટોની થોકડીઓ મળી આવી હતી. શનિવારે લગભગ 8 કલાક સુધી પૈસાની ગણતરી કરવામાં આવી હતી. પૈસા ગણવાનું મશીન ઘરે લાવવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા નાણાંને પાંચ ટ્રંકમાં ભરીને કેન્દ્રીય દળોના રક્ષણ હેઠળ એસબીઆઈની મુખ્ય કચેરીમાં લઈ જવામાં આવ્યા હતા.ED દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે ઈ-નગેટ નામની ઓનલાઈન ગેમિંગ એપ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.

સૌ પ્રથમ તે ગેમિંગ એપ્લિકેશન દ્વારા યુઝર્સનો વિશ્વાસ જીતવામાં આવે છે ત્યારબાદ જ્યારે યુઝર્સ એ ગેમિંગ એપમાં વધુને વધુ પૈસા રોકવા લાગે છે ત્યારે અચાનક એ એપમાંથી પૈસા ઉપાડવાનો વિકલ્પ બંધ થઈ જાય છે. ત્યારબાદ એપ યુઝર્સની તમામ જૂની પ્રોફાઈલ બંધ કરી દેવામાં આવે છે. ફેબ્રુઆરી 2021માં પાર્ક સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ જ આધારે શનિવારે ગાર્ડનરીચમાં દરોડા દરમિયાન મોટી રકમ મળી આવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!