News Inside/ Bureau: 12 May 2023
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ આત્મનિર્ભર ભારતની દિશા આપનાર,વિશ્વના દેશોને કોરોના મહામારીમાં રસીની મદદ પહોંચાડનાર અને રેડિયો થકી સતત દેશવાસીઓને મન કી બાત થકી માર્ગદર્શન આપનાર એવા ગુજરાતના પનોતા પુત્ર અને કર્મઠ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ એક દિવસ ગુજરાત પ્રવાસે પધાર્યા છે. કેન્દ્રમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ગુજરાતમાં મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં ગુજરાતને ડબલ એન્જિન થકી વિકાસનો લાભ મળી રહ્યો છે જે અંતર્ગત આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના વરદ હસ્તે આશરે 4400 કરોડથી વધુના વિવિધ વિકાસના પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવનાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગાંઘીનગર ખાતે અખિલ ભારતિય પ્રાથમિક શિક્ષક મહાસંઘનું 29મું દ્રિવાર્ષિક સંમેલનમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલજી સહિત રાજયનામંત્રીશ્રીઓ અને સાંસદ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષ સંઘના પ્રમુખશ્રી દિગ્વીજયસિંહ જાડેજા,ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનના અધ્યક્ષશ્રી રામપાલસિંહ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાજીએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં જ્યારે દેશ વિકસીત ભારતના સંકલ્પ સાથે આગળ વઘી રહ્યો છે તેમાં શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. ગુજરાતમાં એક સમય હતો કે શિક્ષણમાં ડ્રોપ આઉટ રેટ આશરે 40 ટકાની આસપાસ રહેતો અને આજે આશરે 3 ટકાથી પણ ઓછો છે તે ગુજરાતના શિક્ષકોના પરિશ્રમને કારણે સંભવ થયુ છે. ગુજરાતમાં શિક્ષકો સાથે મારો અનુભવ મને રાષ્ટ્રીય સ્તરે પોલીસી બનાવવામાં ઘણો કામ લાગ્યો છે. ગુજરાતમાં પહેલા ઉમરગામથી અંબાજીના વિસ્તારમાં સાયન્સનુ શિક્ષણ મળતુ જ ન હતું. આજે શિક્ષકો સાયન્સ ભણાવી રહ્યા છે અને આદિવાસી સમાજના ભાઇ-બહેનો આજે ડોકટર અને એન્જિયર બની રહ્યા છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી તરીકેની જવાબદારી મળ્યા પછી વિદેશ પ્રવાસે જવાની તક મળી ત્યારે વિદેશના નેતાઓમાં પણ ભારતીય ક્ષિક્ષકોનું કેટલુ યોગદાન રહ્યુ છે તેની વાત પણ જાણવા મળી છે. પહેલા શિક્ષકો સામે સાઘનો અને ઇન્ફાસ્ટ્રકટરની અછત હતી પરંતુ આજે આ સમસ્યા હલ થઇ રહી છે. આજના વિદ્યાર્થીઓ પાસે માહિતી એકત્રી કરણ કરવા ઘણા વિકલ્પો મળી રહે છે. માહિતીનો સારો ઉપયોગ કેવી રીતે કરવો તે શિક્ષક જ વિદ્યાર્થીને શિખવી શકે. ટેકનોલોજીથી માહિતી મળી શકે પણ સાચી દિશાતો શિક્ષક જ આપી શકે છે. શિક્ષક જ વિદ્યાર્થીને શિખવી શકે કે કઇ માહિતી કામ લાગી શકે અને કઇ નહી. દુનિયાની કોઇ પણ ટેકનોલોજી કોઇ પણ વિષય પર ડિપ લર્નીગ ન કરવી શકે. 21મી સદીમાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકની ભૂમિકા વધી ગઇ છે. વિદ્યાર્થીઓ શિક્ષક પાસેથી ઘણુ શિખે છે શિક્ષકની રોજીંદી કાર્યવાહી, બોલવાની સ્ટાઇલ, કામ કરવાની પદ્ધતીને ફોલો કરતા હોય છે. કેટલીક શાળામાં નવી શિક્ષણ નીતી અમલમાં આવી છે કાંતો અમલમાં આવનાર છે. આ વખતે જે રાષ્ટ્રીય શિક્ષા નીતી બની છે તેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. પહેલા વિદ્યાર્થીઓને ફકત પુસ્તનું જ્ઞાન મળતુ પરંતુ નવી રાષ્ટ્રીય શિક્ષા નીતીમાં પ્રકેટીકલ પર વધારે ભાર આપવામાં આવ્યો છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, નવી શિક્ષણ નીતીમાં માતૃભાષામાં પણ વિદ્યાર્થીઓ ભણી શકશે. આજે પણ મારા બાળપણના શિક્ષક સાથે હું સંપર્કમાં છું. વિદ્યાર્થીઓ તેમના લગ્નના મહત્વના પ્રસંગમાં પણ તેમને ભણાવેલા કોઇ શિક્ષકને આમંત્રણ આપતા નથી તે વિચારવું ખૂબ જરૂરી છે. ઘણા શિક્ષક પણ તેમના કાર્યકાળમાં સારા 10 વિદ્યાર્થીઓના નામ પણ યાદ નથી હોતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સબંધ લાંબો રહેતો નથી. આપણી પંરપરાએ ગુરુને સ્થાન આપ્યુ છે તેને આગળ વધારશો અને નવા ભારતના સંકલ્પને સાકાર કરશો તેવી શુભકામના.
આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, શિક્ષણએ નોબલ પ્રોફેશન છે, શિક્ષણ પોતે એક સંસ્કૃતિ છે. શિક્ષણનો દરરજો સમાજના દરેક અંગ કરતા નોખો અને વધુ ગરીમા ભર્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હમેંશા કહે છે કે કંકરમાંથી શંકર બનાવે તે શિક્ષક. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે શિક્ષણ અને શિક્ષક બંનેની આગવી મહત્વતા પ્રસ્થાપિત કરી છે. બાળકોમાં સંસ્કરાનું સિંચન કરવાનું ઉમદા કામ શિક્ષક સમુદાય કરે છે. શિક્ષાનો હેતુ સારા અને ચારિત્રય વાન માનવી બનાવવાનો છે. રાષ્ટ્ર કે રાજયની પ્રગતીનો આધાર શિક્ષણ પર જ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત પાછલા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે સર્વાંગી વિકાસ સાંધ્યો છે. ગુજરાતમાં શિક્ષણમાં ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આજે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 3 ટકાથી પણ ઓછો થયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમાં માત્ર શિક્ષણ પર જ નહી પરંતુ ગુણવત્તાભર શિક્ષણ પર ભાર મુક્યો.ગુજરાતમાં જ્ઞાનકુંજ પ્રોજકેટ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજય સરકારની શાળામાં 66 હજારથી વધુ ઇન્ટર એક્ટિવ સ્માર્ટ કલાસ અને 35 હજાર સ્માર્ટ કલાસ વિકસાવવાનું કામ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તેના માટે ભાર મુક્યો છે. પાછલા બે દશકમાં પાર્દર્શક પદ્ધતિથી સવા લાખ જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. સૌ શિક્ષણ સમુદાયના સામર્થ અને શક્તિના સહારે દેશના ઉજવળ ભવિષ્ય નિર્માણથી દેશમાં અમૃતકાળની જ્યોતને વધુ તેજ પ્રજવલીત કરીએ તેવી અપેક્ષા રાખુ છું.