• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો વધુ એક મહત્વનો નિર્ણય, જાણો પાર્ટી કોને નહીં આપે ટિકિટ/ઇલેક્શન 2022

Spread the love
  • ટિકિટ વહેંચણીને લઇ કોંગ્રેસનો મહત્વનો નિર્ણય
  • કોંગ્રેસ ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે
  • 12મી સપ્ટેમ્બરે ઉમેદવારોના બાયોડેટા લેવામાં આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઇ કોંગ્રેસે મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે તેવો નિર્ણય કર્યો છે. ટિકિટ આપવા સમયે કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટી ગુજરાતમાં જ રહેશે. 12મી સપ્ટેમ્બરે ઉમેદવારોના બાયોડેટા લેવામાં આવશે. જ્યારે 15મી સપ્ટેમ્બરે બાયોડેટા પ્રદેશ કાર્યાલય સમક્ષ મૂકાશે.

કોંગ્રેસે પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી

 

સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ જગદીશ ઠાકોરએ નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસે ઉમેદવારની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. ઉમેદવારો માટે 130 સૂચનો મળ્યા છે. અંતિમ તબક્કામાં કાર્યક્રમ તૈયાર થયો છે.

 

ટિકિટ વાંચ્છુકો આ તારીખ સુધીમાં કરી શકશે દાવેદારી

 

વધુમાં ઠાકોરે કહ્યું કે, ’12 સપ્ટેમ્બર સુધી ટિકિટ વાચ્છુકો દાવેદારી કરી શકશે. જિલ્લા કોંગ્રેસ કમિટીએ બાયોડેટા 15 તારીખ સુધીમાં પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાના હશે. આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બર ઇલેક્શન કમિટી બેઠક મળશે. દાવેદારોને સાંભળવામાં આવશે અને દાવેદારોની પેનલ બનાવી સ્ક્રિનીગ કમિટી સમક્ષ રજૂ કરાશે.’નવા યુવા ચહેરાઓને પણ અપાશે ટિકિટઃ જગદીશ ઠાકોર

 

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ‘ઉમેદવારની પસંદગી માટે કોઇ માપદંડ નહી, માત્ર જીતનો માપદંડ રહેશે. નવા યુવા ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવશે. 17 ની ચૂંટણીના જાણકાર લોકો અમને મળ્યા છે. યુવાન અને મહિલાઓ તેમજ વ્યક્તિ વિશેષને પણ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસ મોટાભાગે લોકશાહીને માનવાવાળો પક્ષ છે. તેથી 182 વિધાનસભામાં જે કોઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હશે, તે બધાને ટિકિટ માંગવાનો રાઈટ્સ હશે. એવા ઉમેદવારોના જે કોઈ બાયોડેટા આવશે તેના પર ગુજરાત ચૂંટણી સમિતિ અને સ્ક્રીનિંગ કમિટી ચર્ચા વિચારણા કરશે. હાલના ધારાસભ્યો છે, તેમણે કોઈ બાયોડેટા આપવાનો રહેશે નહીં. કારણ કે તેઓ ધારાસભ્યો છે એટલે ટિકિટની માંગણીમાં તેમનો સમાવેશ છે એ ગણતરી સાથે કામ ચાલશે.’

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના પણ નામ જાહેર કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગઇકાલે આમ આદમી પાર્ટીએ વધુ 10 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે અગાઉ પણ આમ આદમી પાર્ટીએ કુલ 19 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!