- રાહદારીઓને ડરાવી ધમકાવીને પૈસા પડાવતો હતો.
- રામોલ પોલીસે 26000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
- મુન્નાવર ઉર્ફે મુન્નો ચાંદભાઈ શેખ નકલી પોલીસ બની ફરતો હતો
- અગાઉ મણિનગર પોલીસે નકલી પોલીસ તરીકે આરોપીની ધાપાકાંડ કરી હતી.
અમદાવાદ : શહેરમાં લોકોને ડરાવી ધમકાવી બળજબરીથી પૈસા પડાવવા માટે નકલી પોલીસ બની ફરતો આરોપીની રામોલ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રાહદરીઓ પાસે નકલી પોલીસ બની એક ઈસમ પૈસા પડાવતો હોવાની બાતમી રામોલ પોલીસને મળતા પોલીસે રામોલ વિસ્તારમાં આવતા રબારી કોલોની પાસે વોચ રાખતા આરોપી મુન્નાવરની ધરપકડ કરવામાં આવી હતી.
રોકડા રૂપીયા ૧૦૦૦/- તથા સ્પેલન્ડર મો.સા નં.જીજે.૨૭.સીબી.૮૮૨૪ મળી કુલ્લે કીમત રૂપીયા ૨૬૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સદરી આરોપીની પુછપરછ દરમ્યાન પોતે તેના મીત્ર વોન્ટેડ આરોપી ઈમરાન ઈદ્રીશભાઈ પઠાણ રહે:એ/૫૦ મદનીનગર સૈયદવાડી વટવા અમદાવાદ શહેર નાઓ સાથે મળી નારોલ થી સોનીની ચાલી સુધી કોઈ રાહદારી જતા હોય જેને રોકી પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાક ધમકી આપી તેઓની પાસેથી પૈસા પડાવવાનુ કામ કરે છે અને તાજેતરમાં તેઓએ કોઈ આવી રીતે પૈસા પડાવેલ છે કે કેમ તે બાબતે પુછતા તેણે
જણાવેલ કે તા: ૧૩/૦૨/૨૩ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતે તેના મીત્ર ઈમરાન પઠાણ સાથે ઉપરોક્ત મો.સા લઈને વટવાથી નીકળેલ અને સીટીએમ બી.આર.ટી.એસ સ્ટોપ પાસે આવતા એક માણસ એકલો મો.સા લઈને જતો હોય જેને ઉભો રાખી પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કેશ નહી કરવા રૂપીયા ૨૦૦૦૦/- ની માંગણી કરી બાદમાં તે માણસ પાસેથી બળજબરીથી રૂપીયા ૧૦૦૦/- કઢાવી લઈ જતા રહેલ હોવાની કબુલાત કરતા ઉપરોક્ત બનાવ બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૦૧૨૪/૨૩ ધી ઈપીકો કલમ ૧૭૦,૩૮૪,૨૯૪(ખ),૫૦૬(૧),૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના કામે આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.