News Inside/ Bureau: 25 January 2023
અમદાવાદના ગાંધીબ્રિજના છેડા પર RBIના સામે આવેલી ફર્નિચરની દુકાનમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ત્રણથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. જોત જોતામાં દુકાન આખી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા બ્રિજના છેડેથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
જુઓ વિડિયો: