• Thu. Sep 29th, 2022

Mahesh Dave (Director)

Fearless, Corruptionless only Truth

ગણેશ વિસર્જન પુલિસબંદોબસ્તની વ્યવસ્થા ની માહિતી અને અગત્ય ની સૂચના આપવા મા આવી

ByShivanshu Singh

Sep 8, 2022
Spread the love

અહમદાબાદ: ગણેશ વિસર્જન બંદોબસ્તની વિગત ડીસીપી   ડૉ હર્સદ પટેલ દ્વારા આપવા આવી
બંદોબસ્તમાં ઉપયોગમાં લીધેલ અંદાજીત મહેકમ :-
ડીસીપીશ્રી
: 15
એસીપીશ્રી
: 20
પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી
: 65
પોસઈશ્રી
: 170
કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ  : 4000

હોમગાર્ડઝ : 3750
એસ.આર.પી. કંપની: 1-Company (કાયમી ધોરણે ફાળવેલ 10-કંપની ઉપરાંત)
આર.એ.એફ. કંપની: 1-Company
એ.એમ.સી. દ્વારા બનાવેલ કૃત્રીમ કુંડની સંખ્યા : 57
મોટી શોભાયાત્રાની સંખ્યા : 46
અન્ય મુદ્દા :-
→ શોભાયાત્રાઓ પરવાનગીમાં દર્શાવ્યા મુજબના નક્કી કરેલ રૂટ મુજબ સમયસર રવાના થાય.

શોભાયાત્રા એક કરતાં વધું પો.સ્ટે. વિસ્તારમાંથી પસાર થતી હોય તો શરૂઆતથી અંત સુધી એક જ
અધિકારીશ્રીની ટીમ બંદોબસ્તમાં રહે તે સબંધિત ઝોન ડીસીપીશ્રીએ સુનિશ્ચિત કરવું.ટ્રાફીક જામ ન થાય તે જોવું તથા જરૂરીયાત મુજબનો પુશીંગ સ્ક્વોડ રાખવો.
સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરીયાત મુજબના ડીપ પોઇન્ટ ગોઠવવા.
શાંતિ સમિતીના તમામ સમુદાયોના આગેવાનો સાથે મીટીંગ.
મુર્તિ નદી કે તળાવોમાં વિસર્જન નહી કરવા અંગેનું જાહેરનામું અમલમાં છે. અ.મ્યુ.કોર્પો. દ્વારા સાબરમતી
નદીના ઓવારા/રીવરફ્રન્ટ ઉપર તથા અન્ય સ્થળોએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવનાર છે.
તમામ સ્થળોએ વિસર્જન દરમિયાન પુરતા પોલીસ બંદોબસ્તનું આયોજન.
તમામ કૃત્રિમ કુંડ ઉપર તમામ દિવસો દરમિયાન યોગ્ય બંદોબસ્ત ગોઠવવો.
વિસર્જન સ્થળોએ ભાગદોડ/ધક્કા મુક્કીના બનાવ ન બને તે રીતે બંદોબસ્ત ગોઠવવો.
વિસર્જનના સ્થળોએ પુરતા પ્રમાણમાં લાઈટીંગ તથા બેરીકેટીંગની યોગ્ય વ્યવસ્થા કરાવવી.
→ ભૂતકાળમાં શ્રી ગણેશ મુર્તિ વિસર્જન વખતે અકસ્માતે ડૂબી જવાના બનાવો બનેલ છે તેને ધ્યાને રાખી,
વિસર્જન સ્થળોએ રેસ્ક્યુ ટીમ, ક્રેન, બોટ, તરવૈયા, એમ્બ્યુલન્સ વિગેરે વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી.
નાના બાળકો કૃત્રિમ કુંડ, ઓવારા કે નદીમાં પાણીની નજીક ન જાય તેની કાળજી રાખવી. ,
નાગરિકોને સૂચના આપવા અને શિસ્ત જાળવવા લાઉડ સ્પિકર મુકવા.
નદીમાં નાગરિકો મુર્તિ વિસર્જન ન કરે તેમન સ્નાન કરવા માટે પાણીમાં ઉતરે નહી તે માટે નદીમાં જવાના
તમામ રસ્તાઓ ઉપર યોગ્ય બંદોબસ્ત ગોઠવવો.

Leave a Reply

Your email address will not be published.

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!