ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા દર વર્ષે ડીજીપી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે. આ વર્ષે DGP કપ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. જે મેચમાં વડોદરા પોલીસની સામે અમદાવાદ શહેર પોલીસની ટીમનો ભવ્ય વિજય થયો છે.
રાજ્યમાં દરેકની સુરક્ષાની જેના પર જવાબદારી હોય છે. તે પોલીસ વિભાગ સતત તેના કાર્યમાં વ્યસ્ત રહે છે ત્યારે પોલીસ અધિકારી અને કર્મચારીઓને રમત-ગમત સાથે મનોરંજન પણ મળી રહે અને ફિટનેસ જળવાય તેવા ઉમદા આશયથી ગુજરાત પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાય છે. અમદાવાદ શહેર પોલીસ અને વડોદરા શહેર પોલીસની ટિમ અમને સામાને બરાબરીની ટક્કરે ક્રિકેટ ટુર્નામેન્ટ DGP કપ 2023ના ફાઇનલમાં આવી હતી. જેમાં અમદાવાદ શહેર પોલીસની ટીમે વડોદરા શહેર પોલીસને પરાજિત કરી ભવ્ય વિજય સાથે ચેમ્પિયન બન્યા છે.
News Inside- Gujarat Police, Ahmedabad Police