સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં 50 રૂપિયાનો વધારો |Newsinside

0 minutes, 0 seconds Read
Spread the love

સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો છે.

  • સિંગતેલના ભાવમાં સતત વધારો 
  • સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવ વધ્યા 
  • ત્રીજા દિવસે રૂ.50નો વધારો કરાયો

સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે સતત ત્રીજા દિવસે સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.50નો વધારો થયો છે. ત્રણ દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. 150નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.

સિંગતેલના ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો

નવા વર્ષની શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું છે. આવામાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 50નો વધારો ઝીંકાયો છે. સતત ત્રીજા દિવસે આ ભાવ વધારો થયો છે. ત્રણ દિવસમાં સિંગતેલનો ડબ્બો 150 રૂપિયા મોંઘો થયો છે. સિંગતેલના ભાવમાં 14 અને 15 ફ્રેબ્રુઆરીએ પણ 50-50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન થવા છતાં સિંગતેલ મોંઘું બન્યું છે. જોકે, સિંગતેલ સિવાય અન્ય તેલોનાં ભાવમાં કોઈ અસર નથી.

સિંગતેલનો ડબ્બો 2900 રૂપિયાને પાર

સતત ત્રીજા દિવસે 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. તેલોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવવધારો જનતા માટે માથાના દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે. સિંગતેલમાં વધારો થતાં મોંઘવારીમાં પિસાતી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું સારું ઉત્પાદન થયું છે અને માર્કેટયાર્ડોમાં મોટાપ્રમાણમાં મગફળીની આવકો થઈ રહી છે, તેમ છતાં સિંગતેલના ભાવ આસમાને ચડી રહ્યા છે અને ત્રણ દિવસમાં જ રૂ.150નો વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સિંગતેલ દોહલું બની ગયું છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!