- 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્ર પરથી 16.49 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે
ગાંધીનગરઃ આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. 139 ઝોનમાં 1 હજાર 623 કેન્દ્ર પરથી 16.49 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધોરણ 10ના 9 લાખ, 57 હજાર, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખ, 65 હજાર અને ધોરણ 12 સાયન્સના 1 લાખ, 26 હજાર મળી 16 લાખ 49 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.