- જામનગરના કુરિયરની આડમાં લાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
- PI એચ.પી. ઝાલા અને તેઓની ટિમ દ્વારા વિદેશી દારૂ રાજ્યમાં ઘૂસાડવાના રેકેટનો કરવામાં આવ્યો પર્દાફાશ
- 139 વિદેશી દારૂની બોટલ સહીત અસરે 2.25 લાખનો મુદ્દામાલ જપ્ત
- કુરિયરની આડમાં મુંબઈથી ગુજરાતના જામનગરમાં આવતો હતો વિદેશી દારૂનો જથ્થો
- ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી.
જામનગર : ગુજરાતભરમાં દારૂને અટકાવવા માટે અઢળક પ્રયત્નો પોલીસ દ્વારા થતા હોય છે. ત્યારે બીજી બાજુ દારૂ પીવા વાળા દ્વારા એનાથી વધુ પ્રયત્નો દારૂ લેવા માટે પણ થતા હોય છે. ગાંધીના ગુજરાતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુરિયર સિસ્ટમ દ્વારા ગુજરાતમાં દારૂ મંગાવવામાં આવ્યો. શું છે આખી ઘટના !
ગજરાતમાં આવેલ જામનગર જિલ્લાનો આ ચોંકાવનારો કિસ્સો છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરથી ગુજરાતના જામનગર જિલ્લામાં કુરિયર મારફતે દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં છે. કુરિયરની આડમાં માનાગાવામાં આવેલ દારૂ પોલીસની બાજ નજરથી બચી ના શક્યો. પોલીસ ઇન્સ્પેક્ટર H. P. ઝાલા સાહેબને આ મામલે માહિતી મળતા યોગ્ય તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જામનગર જિલ્લામાં મુંબઈથી કુરિયરની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં પોહ્ચાડવામાં આવે છે. પ્રોહિબિશન એક્ટિવિટી મામલે તપાસ કરતા પોલીસને મોટા પ્રમાંણમાં આ જથ્થાને રોકી દેવાયો હતો. દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ દ્વારા આગળ કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. જેમાં ત્રણ આરોપીની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે. મુંબઈથી મહાવીર ઓટોપાર્ટ પેઢીના નામે વિદેશી ઈંગ્લીસ દારૂનો જથ્થો મોકલનાર સહીત જામનગરમાં રહેતા રમેશ ચંદ્રા અને જયેશ ચંદ્રા સહીત ત્રણ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે.