News Inside/ Bureau: 14 March 2023
ગુજરાતમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી પ્રથમ મૃત્યુ નોંધાયું છે. 58 વર્ષીય મૃતકની વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દેશમાં પ્રથમ H3N2 મૃત્યુ કર્ણાટકના હાસન જિલ્લામાંથી નોંધાયું હતું, જ્યાં એક 82 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં, દેશમાં H3N2 વાયરસના 451 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે H3N2 વાયરસની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આરોગ્ય મંત્રાલય H3N2 અને અન્ય ઈન્ફલ્યુએન્ઝા ચેપને નિયંત્રિત કરવાના પગલાં પર કામ કરી રહ્યું છે.
